Sunday, February 05, 2012
   
Text Size

એકવાર આવો

એકવાર આવો માતા મારે મંદિરે રે.

મંદિર તમને મળી મલકાય,
એની રચના સફળ બની જાય ... એકવાર

સાથિયા સ્નેહના પૂર્યા છે આંગણે,
તોરણ તપના બધે સોહાય ... એકવાર

રંગરાગ આસપાસ સઘળે ઓપતા રે
ધૈર્ય કેરા ધ્વજ ને કળશ લહેરાય ... એકવાર

પ્રેમના પ્યારા પ્રદીપ પ્રકટી રહ્યા,
જ્યોતના રૂપે ધરો અવતાર ... એકવાર

શાંતિ ક્યાંથી તમારા વિના મળે રે,
ક્યાંથી ઊંડી મટે મારી લહાય ...એકવાર

અલ્પવાર આવો તો જાગે જિંદગી આ,
ધન્યતા આતમમાંહી ના માય ... એકવાર

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello 
03.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 330 guests online

View site in