Tuesday, May 22, 2012
   
Text Size

શ્રી સાંઈબાબાની આરતી

MP3 Audio

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


*

સાંઈનાથ પ્રભુ, જય સાંઈનાથ પ્રભુ,
ચરાચરમહીં વ્યાપક, દેવ સમર્થ વિભુ....હે સાંઈનાથ પ્રભુ !

શિરડીમાં પ્રકટીને લીલા કરનારા, પ્રભુ, લીલા કરનારા,
ભકતોના હિતકાજે સઘળે ફરનારા. ... હે સાંઈનાથ પ્રભુ !

મંગલ કરતા સૌના, સૌનાયે સ્વામી, પ્રભુ, સૌનાયે સ્વામી,
પાલક શાંતિપ્રદાયક વંદન બહુનામી. .. હે સાંઈનાથ પ્રભુ !

પૂર્ણકામ પ્રભુ પોતે પ્રકટ્યા જગ માટે,  પ્રભુ,પ્રકટ્યા જગ માટે,
રક્ષા કરવા તત્પર વાટે ને ઘાટે.... હે સાંઈનાથ પ્રભુ !

દીનદયાળ પતિતપાવન સંકટ હરતા, પ્રભુ, સૌ સંકટ હરતા;
સિદ્ધિના પતિ સ્મરતાં વિલંબ ના કરતા. ... હે સાંઈનાથ પ્રભુ !

પ્રેમ જગાવો દિલમાં પવિત્રતા સ્થાપો પ્રભુ પવિત્રતા સ્થાપો;
તમારો જ શિશુ સમજી સંકટ સૌ કાપો... હે સાંઈનાથ પ્રભુ !

શરણ તમારું લીધું પ્રેમ કરી આજે, પ્રભુ પ્રેમ કરી આજે ;
જોજો બાલ તમારો લોકમહીં લાજે. .. હે સાંઈનાથ પ્રભુ !

વંદન કોટિ તમોને કૃપાનિધાન કરું, પ્રભુ કૃપાનિધાન કરું ;
'પાગલ' કૃપા કરી દો, દુસ્તર સિંધુતરું. ... હે સાંઈનાથ પ્રભુ !

અનેકને તાર્યા છે તારો તેમ મને, પ્રભુ, તારો તેમ મને ;
મહિમા સાચો માનું, પાર કરો મુજને. .. હે સાંઈનાથ પ્રભુ !

પૂજાવિધિ ના જાણું જાણું ભકિત નહિ, પ્રભુ, જાણું ભકિત નહિ ;
નિષ્ઠા ને શ્રધ્ધાની સમજું જુકિત નહિ. ... હે સાંઈનાથ પ્રભુ !

દીન છતાંયે સ્વામી ભજતો ભાવ કરી, પ્રભુ ભજતો ભાવ કરી ;
જોજો કદી વિસારો માયા લેશ કરી. .. હે સાંઈનાથ પ્રભુ !

સાંઈનાથ પ્રભુ, જય સાંઈનાથ પ્રભુ,
ચરાચરમહીં વ્યાપક, દેવ સમર્થ વિભુ...હે સાંઈનાથ પ્રભુ !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous 
15.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 114 guests online

View site in