Text Size

પંખી જેવી પાંખ

પંખી જેવી પાંખ  મને જો નાની મળી જાય;
આનંદ કહો કેવો તો તો મારે હૈયે થાય ? ... પંખી જેવી પાંખ.

અચરજ લાગે માનવ સૌને, મારે ઉત્સવ થાય,
મજા ઊડવાની ખૂબ પડે, ઊડું ઉર જ્યાં ચ્હાય....પંખી જેવી પાંખ.

નવા નવા દેશો દેખું, જ્યાં નવા વાયરા વાય;
જીવન આખું સેવામાં ને વહી સ્નેહમાં જાય. ...પંખી જેવી પાંખ

તારા સાથે વાત કરું, ને ગગને રાખું પાય;
દૂર જઈને જોઉં કેવી દુનિયા આ દેખાય ? ... પંખી જેવી પાંખ
    
ગીત સુણાવું સૌને મારાં, પ્રેમ બધે ફેલાય,
શાંતિતણી છોળો ઊડે, ને રંગ બધે રેલાય. ... પંખી જેવી પાંખ

માનવના સૌ કલેશ શમાવું, ઠારૂં સૌની લ્હાય;
ભ્રાતૃભાવના સંદેશ દઉં, ટાળું ભેદ બધાય. ...પંખી જેવી પાંખ

 - શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Jayesh R. Shukla 2012-11-15 15:15
very good poem. I love Yogeshvarji. I read Prakash na Panthe. I Want to meet Maa Sarveshwariji but what can i do? મને મા સર્વેશ્વરીની મુલાકાત કોણ કરાવી આપે ? મારે તો કોઈ ઓળખાણ નથી.એક અશ્વિનભાઈ અને જાગૃતિબેન વડોદરાવાળા ઓળખે....અધ્યાત્ મિક પ્રશ્નો મારે છે.
- જયેશકુમાર રમેશચંદ્ર શુક્લ (શુકલતીર્થવાળા; જિલ્લો:ભરૂચ)

[પૂ.મા હાલ સ્વર્ગારોહણ, અંબાજી છે. આપની આધ્યાત્મિક મુંઝવણ માટે આપ ત્યાં જઈને મળી શકો છો. - Admin]

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato

prabhu-handwriting