Text Size

ઘડિયાળ

પેલું ચોરસ છે ઘડિયાળ, કેવું ચોરસ છે ઘડિયાળ ?

શાંતિમાં સઘળાંયે સૂતાં, જાગે ત્યારે આજ;
નાના નાના કાંટા કેવા, મીઠાં કરે અવાજ ? ...    પેલું ચોરસ છે.

અંધારૂં છે ઘોર બધે યે, એનામાં છે તેજ;
એની વચ્ચે ઠૂંઠું કાળું, કેવું દીપે સ્હેજ ? ...    પેલું ચોરસ છે.

ડાળી પેલી વાતો કરતી, હેતે એની સાથ;
પાંદડીઓ પેલી હાલે છે, ભરવા જાણે બાથ. ...    પેલું ચોરસ છે.

આરામ કરે ઘડીયે નહીં, જાગે દિન ને રાત;
પોતાની સંગાથે પોતે, કરતું કાંઈ વાત. ...    પેલું ચોરસ છે.

આધાર બન્યું છે એ સૌનું, સેવા કરતું શાંત;
અમે ય સેવા એમ કરીએ,બનીએ નહીં કલાંત. ...    પેલું ચોરસ છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi

prabhu-handwriting