મારો દેશ મજાનો ભારત આ.
મને ખૂબ જ પ્યારો લાગે હા. ...મારો.
એની સંસ્કૃતિ, સુંદરતા કેવી ?
એની ઋતુઓ છે જોવા જેવી;
મને ખૂબ ગમે એ શાને ના ? ...મારો.
એના પર્વત, સરિતા,ને સ્ત્રોતો,
ના મહાપુરૂષોનો તોટો;
એના ગ્રંથો ઉત્તમ કેવા હાં ! ...મારો.
મને એ તો ખૂબ વહાલો છે,
અરે, દેવોને પણ પ્યારો છે;
એને સુખી કરું આ જીવનમાં ...મારો.
- શ્રી યોગેશ્વરજી