Text Size

જે કોઇ પ્રેમઅંશ અવતરે

જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે, સિંહણ સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે ... પ્રેમરસ

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે ... પ્રેમરસ

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે વેદવાણી ઉચ્ચરે ... પ્રેમરસ

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ નવ સરે;
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ન ભરે ... પ્રેમરસ

કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠ ન ફરે;
દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે ... પ્રેમરસ

- દયારામ

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer