Saturday, July 31, 2010
   
Text Size

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller 

મેઘને

ઓ મેધ, મારો સંદેશો આટલો કહે !
તું એને જરી પ્રેમ કરીને કહે ... ઓ મેઘ

કેટકેટલા દિનોથી એની જ યાદ મહીં
જીવન મારું વહે;
ઝરણાંની જેમ જાયે જીવન મારું,
એની કથાને કહે ... ઓ મેઘ

વરસે વરસાદ જેવો મીઠો અનંત ધારે,
આનંદ પૃથ્વી લહે;
તેવી કૃપા તેની વરસે જીવનમહીં,
મારા વતી એને કહે ... ઓ મેઘ

પ્રાણ લગી હું એની પૂજા કરીશ એને
એવું જઇને કહે;
મંગલ લાવી દે વરદાન રે એનું હૈયું
મારા વિના ન રહે ... ઓ મેઘ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

04.jpg
Bookmark and Share

Who's Online

Now 16 guests online