Saturday, July 31, 2010
   
Text Size

Do not wait to strike till the iron is hot;
but make it hot by striking.
- William B. Sprague 

મા નું મુખ

સુહાયે માનું મુખ કેવું ! 

મધુથી મઢેલું જ્યોતિ,
જીવનધન જેવું;
ફોરમના તો ઊડે ફુવારા,
ઉપવન છે એવું ! ....સુહાયે

શાંતિસદન શું વિમલ વદનનું,
સુખ ટપકે કેવું !
સ્વપ્ને પણ દેખી લે તેને,
ગમશે દિલ દેવું ....સુહાયે

તપ્ત જનોની વનસ્થલી શું,
અમૃત ફળ જેવું;
ભૂખ્યાંનું ભોજન છે ભારે,
અક્ષય નિધિ એવું ....સુહાયે

એના રસમાં રુચે જેમને,
રમવું ને વહેવું,
રહે તેમને કૈં ચિંતા કે,
સંકટ ના સહેવું ....સુહાયે

સત્યાસત્ય કહેજો જેને,
જે હો તે કહેવું,
મને તો ગમે એ માનસરે,
હંસ બની રહેવું ....સુહાયે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

45.jpg
Bookmark and Share

Who's Online

Now 21 guests online