Wednesday, September 08, 2010
   
Text Size

મા ને

માનું નામ ધર્યું તમે તો,
માનું નામ ધર્યું 

બાલક પરની મમતાથી તો,
અંતર છેક ભર્યું,
રસના ઊડે ફુવારા એમાં,
સુખનું ધામ થયું ....તમે તો

મંગલ મીઠું નામ તમારું,
સુણતાં હૈયું ઠર્યું ;
સાથ હશે તો સુખમય કેવો,
અમૃત અંગ ભર્યું ....તમે તો

રસ માધુર્ય પ્રેમથી આખું,
લથપથ અંગ થયું;
શરણે આવ્યું તેમ નિહાળ્યું,
તે તો તરત તર્યું ....તમે તો

સોડ તમારી પામ્યા તેનું,
કિસ્મત છેક ફર્યું;
શરણાગતને કાં તલસાવો,
કારજ કાં ન સર્યું ? ....તમે તો

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Faith is the bird that feels the light and sings when the dawn is still dark.
- Rabindranath Tagor 
20.jpg
Bookmark and Share

View site in

Who's Online

Now 19 guests online