Saturday, July 31, 2010
   
Text Size

When the pupil is ready, the teacher will appear.
- Unknown 

શરણનું સુખ

શરણમાં જાય છે તેને સુખ સદા સાંપડે ભારે,
ચરણમાં જાય છે તેને સુખ સદા સાંપડે ભારે.

લગન દિલની લઈને જે બની ચાતક સમા તલસે,
અગનને શાંત કરનારી સુધાને પામતા પ્યારે.

તપન ધરતી તણી પેખી જુઓ વાદળ સદા વરસે,
શમન સૌ કલેશનું કરતા તપે જે કાળજા કયારે ?

સમર્પી મેળવી લે છે રડીને હર્ષ પામે છે,
મરણ મુખમાં જનારા પરમ જીવનમાં મહાલે છે.

શરણમાં જાય છે તેને સુખ સદા સાંપડે ભારે,
ચરણમાં જાય છે તેને સુખ સદા સાંપડે ભારે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

34.jpg
Bookmark and Share

Who's Online

Now 18 guests online