Sunday, February 05, 2012
   
Text Size

પંખી જેવી પાંખ

પંખી જેવી પાંખ  મને જો નાની મળી જાય;
આનંદ કહો કેવો તો તો મારે હૈયે થાય ? ... પંખી જેવી પાંખ.

અચરજ લાગે માનવ સૌને, મારે ઉત્સવ થાય,
મજા ઊડવાની ખૂબ પડે, ઊડું ઉર જ્યાં ચ્હાય....પંખી જેવી પાંખ.

નવા નવા દેશો દેખું, જ્યાં નવા વાયરા વાય;
જીવન આખું સેવામાં ને વહી સ્નેહમાં જાય. ...પંખી જેવી પાંખ

તારા સાથે વાત કરું, ને ગગને રાખું પાય;
દૂર જઈને જોઉં કેવી દુનિયા આ દેખાય ? ... પંખી જેવી પાંખ
    
ગીત સુણાવું સૌને મારાં, પ્રેમ બધે ફેલાય,
શાંતિતણી છોળો ઊડે, ને રંગ બધે રેલાય. ... પંખી જેવી પાંખ

માનવના સૌ કલેશ શમાવું, ઠારૂં સૌની લ્હાય;
ભ્રાતૃભાવના સંદેશ દઉં, ટાળું ભેદ બધાય. ...પંખી જેવી પાંખ

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Patience is not so much about waiting, as it is about how one behaves while waiting.
- Anonymous 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 269 guests online

View site in