Sunday, February 05, 2012
   
Text Size

ઝરણાં

નાનાં નાનાં ઝરણાં કેવાં જુઓ જંગલે દોડે?
મીઠા સ્વરથી જાય દોડતાં, ભરેલ કોઈ કોડે ...નાનાં નાનાં

પર્વતમાંથી પ્રકટ થઈને, આગળ પાછળ દોડે;
કેવાં લાગે છે સુંદર એ, ચઢ્યાં છે બધાં હોડે....નાનાં નાનાં

પવન એમને જોતાં કેવી લહરી મીઠી છોડે?
પકડવા કરે પ્રયાસ તો પણ, ઝરણાં વેગે દોડે....નાનાં નાનાં

પકડ્યાં ના પકડાય કેમે, સૂતાં ધરતી સોડે;
જમીનના જૂદા ભાગોને, પાણીથી એ જોડે. ...નાનાં નાનાં

આ જીવન છે ચંચલ ટૂંકું, ક્ષણક્ષણ તમને છોડે;
કરવાનું તે કામ કરી લો, એમ કહેતાં દોડે....નાનાં નાનાં

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore 
13.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 270 guests online

View site in