Sunday, February 05, 2012
   
Text Size

હરણની આંખ

ઓ હરણ, કેવી આંખ તારી, આંખ હરણ, તારી ?

ભાવ ભરેલી, મધુ મઢેલી, કોમળ, રસવાળી;
પ્રેમ થકી પલળેલી, જાણે, કરૂણાની ક્યારી ... ઓ હરણ, કેવી.

ઘડનારો છે કોણ એહનો ? કેવી છે ન્યારી ?
કલ્પના કરી કોણે એની ? કેવી છે સારી ? ... ઓ હરણ, કેવી.

જોતાં વેંત જ હૈયું નાચે, ભાવ થકી ભારી;
રગરગ રંગાય વળી રસથી, સઘળીયે મારી ... ઓ હરણ, કેવી.

અંગ જૂદાં, પ્રાણનો પણ ભેદ નથી ભારી;
આંખલડી જોઈને મારો પ્રાણ જાય વારી.... ઓ હરણ, કેવી.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 305 guests online

View site in