Sunday, February 05, 2012
   
Text Size

કેવા મજાનાં ફૂલ

કેવા મજાનાં ફૂલ, ફૂલ આ,
કેવા મજાનાં ફૂલ ?

પીળાં ને લાલ તેમ ખીલ્યાં સફેદ આ,
હારબંધ કેવાં ફૂલ ?
આંખલડી ખોલીને જોઈ બધાં રહ્યાં,
આનંદમાં મશગુલ.
ફૂલ આ, કેવાં મજાના ફૂલ ?

હૈયામાં હેત કેવાં ઉભરાઈ ઊઠ્યાં,
ગંધ છે એમની અમૂલ.
સુંદરતા એમની, કોમળતા કેવી ?
રચનામાં છે નહીં ભૂલ.
ફૂલ આ, કેવા મજાનાં ફૂલ ?

કેવું, જો ફૂલના જેવાં રહીએ,
હરદમ અમે યે પ્રફૂલ્લ ?
ફૂલ આ, કેવા મજાનાં ફૂલ ?

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 272 guests online

View site in