Sunday, February 05, 2012
   
Text Size

મેહુલિયો વરસી રહ્યો

આજ પૃથ્વીને પ્રાણ નવો દેતાં
મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  

અમૃતનાં બિંદુ કેવાં વરસે છે વ્યોમથી ? 
ઉપકાર ભૂલી શકાય કેમ ભોમથી ?
ઊંડી શાંતિને દેનાર એવો, મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  

ચેતનથી છલકાતો, રસના ભંડારશો,
આશિષશી દિવ્ય કોઈ,સુખના અવતારશો;
એ તો પ્રભુની પ્રેમની ધાર જેવો, મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  

ડોલી ઊઠ્યાં વૃક્ષ વહાલથી એનાં,
પંખીડાં ભાવભર્યાં શાંત રહે શેનાં ?
કરે ગડગડાટ ગગનમાં કેવો, મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  

ચમકે છે વીજળી, આવી ને જાય છે,
જોઈને અંતરને આનંદ થાય છે;
એ તો સાચે છે જોવા જેવો, મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  

અમૃતનાં બિંદુ એનાં ઝીલવાને આવો,
નાચીનાચીને એની સાથે કૈં ગાઓ;
એને ધન્યવાદ ઘટે ખરે દેવો, મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  

આજ પૃથ્વીને પ્રાણ નવો દેતાં,
મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો !  
વાત અંતરની નવી નવી કે’તો, મેહુલિયો વરસી રહ્યો, હે...વરસી રહ્યો ! 

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

God's love elevates us without inflating us, and humbles us without degrading us.
- B.M. Nottage 
10.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 262 guests online

View site in