Tuesday, May 22, 2012
   
Text Size

સારસ પક્ષી

ઊંચીઊંચી ચાંચ કરીને, ગરદન ઊંચી રાખે,
મંદમંદ ચાલે ચાલીને, તીણું કાંઈ ભાખે,
સ્નેહ ભરેલાં પંખીડાં એ, સારસ એનું નામ;
સરિતાના તટપર ફરવાનું, ખાસ એમનું કામ.

પાંખ પહોળી કરતાં ઉડે, ગગન તરફ એ જાયે;
નીલ રંગનાં પંખી જોઈ, રંગ ન હૃદયે માયે.
સ્નેહ ભરેલાં પંખીડાં એ, સારસ એનું નામ;
ખેતર ને વનમાં ફરવાનું, ખાસ એમનું કામ.

જોડાંમાં એ પ્રીત કરીને, રમત રમે છે કેવાં ?
મુસાફરોને ઊંચી ડોકે, દેખે પ્રસન્ન જેવાં.
સ્નેહ ભરેલાં પંખીડાં એ, સારસ એનું નામ;
કવિના દિલમાં ધરે પ્રેરણા, એજ એમનું કામ.

મારશો નહીં કોઈ એને, સતાવશો ના ભાઈ !
નિર્દોષતણી હત્યાથી ના હાથ આવતું કાંઈ.
સ્નેહ ભરેલાં પંખીડાં એ, સારસ એનું નામ;
વિહાર કરતાં નદી કિનારે, ખેલો ભલે તમામ !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Everyone is ignorant, only on different subjects.
- Will Rogers 
02.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 73 guests online

View site in