Friday, February 10, 2012
   
Text Size

અભિનંદન

અભિનંદન આપ્યાં એ કોઈએ સંતને પછી,
પ્રશંસા કરવા લાગ્યા કોઈ મીઠું રહી હસી.
સર્વસંમતિથી અંતે સિદ્ધોએ એકઠા મળી,
જ્ઞાની એ ભક્તયોગીની જન્મવા વરણી કરી.

વસુધાને થઈ શાંતિ, મ્લાન ભારત માતનું
ખીલ્યું મુખ, શશીતેજે પ્રકટ્યું પદ્મ રાતનું.

વદ્યા સિદ્ધો કરી એના ભાલે તિલક પ્રેમથી :
યુગાવતાર પૃથ્વીના આગામી છો તમે બનો,
તમારો પંથ હો સાફ શિવ સાફલ્યથી ભર્યો,
લાભ પ્રાકટ્યનો દૈવી સત્કર્મો કરતાં લહો.

કંટકો પુષ્પ જેવા હો માર્ગમાં મળતા બધા,
જ્વાળા વિરોધ કષ્ટો ને ચિંતા ઘોરવ્યથા તણી
બનો દાહક આત્માને નહીં ઘાતક, સાધક
સહાયક થઈ ન્યારું કરો જીવન સાર્થક.

હળાહળ ન હો ક્યાંયે લેશ પુણ્યપ્રવાસમાં
મળો અમૃતની ધારા માળાઓ વિજયો તણી,
સંતાપ હો નહીં, છાયા ધરો શીતળ સર્વદા,
કઠોર ગિરિમાળાને ઓળંગી નિજધ્યેયના
સુમેરુશૃંગપે અંતે પહોંચો એ જ કામના;
ફળો સૌ કામના પાછા પધારો પુણ્યલોકમાં.

પગલે પગલે પદ્મો પ્રકટો પંકની મહીં,
રેલો અંધારમાં દૈવી આત્મા આલોકરશ્મિને,
ચળો ના, ન ડગો સ્વપ્ને ધ્યેય સત્ય થકી કદા,
વહાવો ચેતના ધારા વસુધામાં નવી હવા.

માંગલ્ય માનવી કેરું સાધી સંસારમાં ભરો
ઐક્યના મધુરા મંત્રો, માનવીપ્રેમમુક્તિના
સંગીતસ્વરને છેડી જગાવો નવપ્રાણને,
સંજીવની બની અર્પો નવજીવન આત્મને.

Add comment

Security code
Refresh

Today's Quote

A lie sprints. but truth has endurance.
- Anonymous 
16.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 77 guests online

View site in