Tuesday, May 22, 2012
   
Text Size

Himalay Amaro

શ્રી યોગેશ્વરજી કૃત દેશભક્તિના ગીતોનો સંગ્રહ 'હિમાલય અમારો' માં પ્રસ્તુત ગીતો.

1961ની વાત. ભારતની ઉત્તર સીમા સળગી ઊઠી. વરસો અને યુગોથી પ્રશાંત રહેનારી, દેશને માટે દુર્ભેદ્ય દિવાલ જેવી બનેલી, હિમાલયની પુણ્યભૂમિ, એકાએક આવી પડેલા આક્રમણનો શિકાર બની ગઈ. એ તપોભૂમિ હાલી ઊઠી. આક્રમક સૈનિકોના અવરજવરથી ધમધમી ઊઠી. હિમાચ્છાદિત હિમાલયને પાર કરીને, પરદેશી ધાડાં દેશ પર ઉતરી પડ્યાં. પરંતુ એ આક્રમણનો પ્રતિકાર કરવા માટે, જોત જોતામાં તો દેશ આખો બેઠો થઈ ગયો. દેશભક્તિ કે દેશપ્રેમની એક નવી, જોરદાર લહરી દેશભરમાં ફરી વળી. પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ, એના રંગમાં રંગાયા, ને ટટ્ટાર થયાં. નાની ને ગૌણ વાતો ભૂલાઈ ગઈ. આડવાતો એક તરફ રહી; અને રાષ્ટ્રની સુરક્ષા કે સલામતીની એકમાત્ર વાત, અને અત્યંત અનિવાર્ય વાત, જનતાની આગળ આવીને ઊભી રહી. અથવા તો પ્રધાન બની ગઈ.

વરસો જ નહિ, યુગોથી હિમાલય ભારતનો હતો. એના પર ભારતનું આધિપત્ય હતું. રાજકીય આધિપત્ય તો ખરું જ, પરંતુ સાંસ્કૃતિક આધિપત્ય પણ. ભારતીય સંસ્કૃતિ હિમાલયના પાવન પ્રદેશની સહચરી હતી. એ સંસ્કૃતિ ત્યાં ફાલીફુલીને મોટી થઈ હતી. એ સંસ્કૃતિના સર્વોત્તમ ગ્રંથ ત્યાં સાકાર બનેલા. વ્યાસ, શંકરાચાર્ય, ને કાલિદાસે તેની પ્રશસ્તિ કરેલી. એ ભૂમિ યુદ્ધભૂમિ બનીને બીજાના હાથમાં જાય, તે દેશ કેવી રીતે સહન કરી શકે ? દેશમાં નાદ જાગ્યો : હિમાલય અમારો છે, અને દેશવાસી એના, અને એની દ્વારા આખા દેશના સંરક્ષણને માટે સર્વસમર્પણ કરવા કટિબધ્ધ થયા. શૂરતાને સાદ થયો. સમર્પણ ભાવને આહવાન કરવામાં આવ્યું. લોકો પોત પોતાની શક્તિ પ્રમાણે એનો ઉત્તર આપવા માંડ્યા. સોનું, રૂપિયા, માણસોનો જાણે કે પ્રવાહ ચાલ્યો.

આવે વખતે કવિ, લેખક કે સાહિત્ય પ્રેમીનું કર્તવ્ય શું? દેશદાઝ તો તેના દિલમાં પણ ભરેલી છે. મને થયું કે આવે વખતે શું કરી શકાય ? ઘણું ઘણું કરી શકાય, કલમ પણ તેમાં કામ લાગે, ને પોતાનો ફાળો આપી શકે અને કાવ્યધારા વહેવા માંડી...એ ધારા એટલે જ હિમાલય અમારો.

# Article Title Hits
26 ભારતમાની રક્ષા કાજે 1260
27 પીંખાયા દેશના સીમાડા 1231
28 ઉદબોધન 1285
29 રણ ચઢવા લલકારે 1251
30 ભલે થવાનું હોય તે થાય 1251
31 ભારતનો જયકાર 1243
32 દેશ માટે કુરબાની 1199
33 ડોલી ઊઠ્યા હિમાળા ડુંગરા 1171
34 કોની છે તાકાત ? 1233
35 બીક હવે તો ગઈ ! 1211
36 હવે તો લડાઈનો અંત હો 1237
37 પ્રિયતમાનો પત્ર 1141
38 પાણી બતાવો 1222
39 હિંદુસ્તાન, જય હિંદુસ્તાન 1188
40 ઓ દેશ ભારત ! 1249
41 કદમ ભરો 1222
42 હઠો હઠો ઓ યુદ્ધખોર 1109
43 દેશકેરી દાઝ 1293
44 શૂરવીર સેનાનીને 1273
45 દેવોને દુર્લભ દેશ હે ! 1241
46 આક્રમકોની સાથ 1078
47 વસુધા એક કુટુંબસમી છે ! 1164
48 ધ્વજને વંદન 1187
49 મંગલ મારા દેશ રૂપાળા ! 1143

Page 2 of 2

Today's Quote

I know God will not give me anything I can't handle. I just wish He wouldn't trust me so much.
- Mother Teresa 
02.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 88 guests online

View site in