Sunday, February 05, 2012
   
Text Size

ક્ષમા

જ્ઞાનઅજ્ઞાને કદી વચનો કહ્યાં
કટુક તમને કે અયોગ્ય જરાય હો
હોય હો વ્યવહાર ના કોદી કર્યો
દુભાયું દિલ હો જરી મારા થકી

સહન કરવું હો પડયું, એકાદયે
અશ્રુ માટે બન્યો કયાંય નિમિત્ત કે
શુશ્રૂષામાં કર્યો દોષ પ્રમાદ મેં,
જિંદગીની જટિલ યાત્રાને સરળ

સફળ ઉજજ્વળ સ્વાદુ કરવામાં જરા
ત્રુટિ રહી હો ક્ષમા તો કરજો સકળ.
તાપમાં છાયા સદા તમને ધરી
સ્વર્ગથી સૃષ્ટિ સુખદ સઘળે કરી,

શ્વાસ અંતિમ તમે લીધો ત્યાં સુધી
શાંતિ આપી અવિદ્યા સઘળી હરી;
તોય માનવ ભૂલ હો કયાંયે થઈ
જણાયે તો ક્ષમા સત્વર દો દઈ.

મેંય તમને ક્ષમા કૈં સમયે કરી
પ્રયાણ કર્યું એટલે પુલક્તિ બની.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Better to light one small candle than to curse the darkness.
- Chinese Proverb 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 263 guests online

View site in