Sunday, February 05, 2012
   
Text Size

ચેતના

તીર્થોમાં ફરી વળીને જ્યોતિ જોઇ જે
સરિતાસાગરે સ્ત્રોતે વૃક્ષવિટપે
સૂર્યચંદ્રતારકમાં ઈન્દ્રધનુષમાં
વરસાદી વાદળે કે વર્ષાધારામાં,

પુષ્પમાં વનસ્થલીમાં ઉદ્યાનમહીં
ચેતનાને અનુભવી ચમકી રહી;
રેણુમહીં રસ્તાની વસંતનાં ગ્રીષ્મે
પર્વતોનાં શૃંગો સાથે સંધાયેલી જે

માનવની પાંપણમાં રહી પ્રસરી
સૌંદર્ય કુરૂપતામાં મૂર્ત ને બની,
મંદિરમાં મુગ્ધ થઈ માનાર્હ વળી
જેના વિના પરમાણુ રિક્ત કો નહીં;

ચેતના તે મૂર્ત બની તમારા રૂપે
તમે સૌનાં આદિ છો ને જનની શુભે !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Awake. Be the witness of your thoughts. You are what observes, not what you observe.
- Lord Buddha 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 271 guests online

View site in