Text Size

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
સદા મગનમેં રહેના જી ... કરના ફકીરી.

કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,
કોઈ દિન જંગલ બસના જી ... કરના.

કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા,
કોઈ દિન પાંવ પે ચલના જી ... કરના ફકીરી.

કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ,
કોઈ દિન ફાકમફાકા જી ... કરના ફકીરી.

કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,
કોઈ દિન ભોંય પે લેટના જી ... કરના ફકીરી.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
જો આન પડે સો સહના જી ... કરના ફકીરી.

- મીરાંબાઈ

Add comment

Security code
Refresh

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar