Text Size

પ્રેમની કલ્પના

મારા પ્રાણમાં પડેલા તમારા પ્રેમપારાવારની કલ્પના પણ કરી શકો છો ?  એને શાની સાથે સરખાવું એની સંપૂર્ણ સમજ મને નથી પડતી.

પૃથ્વીના પોણાભાગમાં દરિયો છે;  પરંતુ તે તો ખારો છે; જ્યારે મારો પ્રેમ તો મારા અણુ ને પરમાણુમાં, જીવનના પ્રત્યેક પાસામાં પ્રસરી ચૂક્યો છે, તથા મધુથી પણ મીઠો છે. એમાં ભરતી ભલે આવ્યા કરે, પણ ઓટ એને નથી અડતી.

સરિતાનુ સલીલ છે તો સ્વાદુ, પરંતુ સીમિત છે. એને મારા અસીમ એવા અનુરાગની સાથે કેવી રીતે સરખાવી શકું ?  સરિતા તો વરસાદને લીધે જ મદોન્મત્ત બને છે : જ્યારે મારો અનુરાગ તો આઠે પહોર, એકધારો ચાલ્યા કરે છે.

પરિમલ પાવન પુષ્પો પણ કાયમને કાજે આવાં ને આવાં પ્રફુલ્લ ક્યાં રહી શકે છે ?  કુદરતને ખોળે ખેલનારાં વિહંગ પણ કાયમનો કિલ્લોલ ક્યાં કરી શકે છે? ને સ્વયં કુદરત પણ એકસરખી સુંદર, સુખમય ને સ્વર્ગીય ક્યાં રહી શકે છે ? પુષ્પો પ્રકટી કે ખીલીને કરમાય છે, વિહંગના કિલકિલાટ પણ શાંત થાય છે, ને પરિવર્તનશીલ પ્રકૃતિ પોતે પણ પળેપળે પલટાય છે. મારા સ્નેહને એમની સાથે પણ શી રીતે સરખાવી શકું?

સાચે કહું તો એનું કોઈ સામ્ય જ નથી. એ અનેરો છે, અનન્ય છે, અને અનન્ય રહે એમાં જ એની વિશેષતા છે. હા, એમ કહી શકું કે એ તમારે કે તમારે માટેનો છે. એ ભલે ઉપમારહિત રહે, કવિની ક્રાંતદર્શી દૃષ્ટિથી દૂર કે કલ્પનાતીત રહે; એમાં જ એની અધિકતા અથવા અલૌકિક્તા છે.

- શ્રી યોગેશ્વરજી

***

मेरे प्राण में पडे हुए अपने प्रेमपारावार की कल्पना भी कर सकते हो ? उसकी किसके साथ तुलना करुँ, यह सर्वथा मेरी समझ में नहीं आता ।

पृथ्वी के तीन चौथाई हिस्से में समुद्र है, किन्तु वह खारा है । मेरा प्रेम तो मेरे अणु-परमाणु में, जीवन के प्रत्येक अंश में प्रसर चुका है और मधु से भी मधुर है । उसमें ज्वार भले ही आया करे, भाटा उसे कभी नहीं स्पर्श करता ।

सरिता का सलील है तो सुस्वादु, किन्तु सीमित है । उसकी मेरे इस असीम अनुराग-सागर के साथ किस प्रकार तुलना करूँ ? सरिता तो वर्षा से ही मदोन्मत्त बनती है, जब कि मेरा अनुराग आठों प्रहर अनवरत एक-सरीखा लहराता रहता है ।

पावन पुष्प और परिमल भी सदा-सर्वदा प्रफुल्ल कहाँ रहते है ? प्रकृति की गोद में विहरनेवाले विहंग भी स्थायी कल्लोल कहाँ कर सकते हैं ? और प्रकृति स्वयं भी एक-सरीखी सुंदर, सुखमय और स्वर्गीय कहाँ रह सकती है ? पुष्प प्रकट होकर मुरझाते हैं, विहंगो के कलरव भी शान्त होते हैं, और परिवर्तनशील प्रकृति स्वयं भी प्रतिपल पलटती रहती है । अतः मेरे स्नेह की उनके साथ भी किस प्रकार तुलना करुँ ?

वास्तव में कहूँ तो उसका कहीं कोई साम्य ही नहीं है । वह विलक्षण, असाधारण तथा अनन्य है और अनन्य रहने में ही उसकी विशेषता है । हाँ, वह सिर्फ आप और आपके ही लिये है । वह सर्वथा अनुपम रहे, कवि की क्रान्तदर्शी दृष्टि से दूर या कल्पनातीत रहे, इसी में उसकी विशेषता अथवा अलौकिकता है ।

Add comment

Security code
Refresh

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting