થોડો વખત, કામ છે મોટું.
દિવસ રાત ને મહિના ચાલે વરસોકેરું જોડું;
પ્રતીક્ષા થતી મંદિર દ્વારે, હૈયું મારું રોતું. .... થોડો.
બળ કૈં કામ ન લાગે મારું, હોય વધારે થોડું;
કૃપા કરો તો સફળ થવાયે, હાથ હેતથી જોડું. ... થોડો.
પળમાં પલટાવો બાજીને, સાંધો તેમજ તોડ્યું;
રણમાં વનની મહેફિલ કરો; થાય વચન ના ખોટું. ... થોડો.
‘પાગલ’ પ્રાર્થે કરુણા વરસો, કરો હવે ના મોડું,
સરિતા સાગર તરફ પ્રેમથી તેમ સદાયે દોડું. ... થોડો.
(૧૫-૫-૧૯૫૮, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી