મારે પણ હૈયું છે.
ભાવ લાગણી ઊર્મિથી ભર નાનું હૈયું છે. ... મારે પણ.
એની દુનિયા વળી નિરાળી, સુંદર તેમજ કોમળ સારી;
ત્યાગી બાહ્ય રીતે તોપણ છે રાગી હૈયું એ. ... મારે પણ.
શ્રદ્ધા ધીરજ હિંમતવાળું, આફતની સામે લડનારું;
જોમભરેલું નિત્યનવું વરણાગી હૈયું છે. ... મારે પણ.
જોજો એને ઠોકર મારો; પોતાનું માનીને પાળો;
આઘાત નહીં સહી શકે એ નાનું છૈયું છે. ... મારે પણ.
મિલ્કત એ મારે મન મોટી, અંધતણી એકાકી જ્યોતિ;
ભૂલશો નહીં વફાદાર, ટેકીલું હૈયું એ. ... મારે પણ.
(૩-૮-૧૯૫૮, રવિવાર)
– © શ્રી યોગેશ્વરજી