કલિયુગ વિશે
પ્રશ્ન : અત્યારે તો બધે કલિયુગનો વિસ્તાર છે. ધર્મ, નીતિ, બધું જાળવવું ખૂબ જ કઠિન છે. આ બધો યુગનો પ્રભાવ જ છે ને ?
ઉત્તર : યુગનો પ્રભાવ છે એ માનવા માટે ઠીક છે. પણ આજે તો માણસ અધર્મ કરે છે, અસત્યને માર્ગે ચાલે છે ને કહે છે કે એમાં અમારો શો વાંક ? આ બધો કલિયુગનો જ પ્રભાવ છે ! કલિયુગના નામની ઓથે આમ દુષ્કર્મ કરવા એ ઠીક નથી. આ યુગમાં પણ માણસ ઈશ્વર પરાયણ થઈ શકે છે, તપવ્રત કરી શકે છે, નીતિ જાળવી શકે છે. એ વાત સંતપુરૂષો તેમ જ આજે પણ જે નીતિમાન પુરૂષો છે તેમના જીવનથી જાણી શકાય છે. એટલે મુખ્ય વસ્તુ માનવનું મન છે. તે સુધારવું કે બગાડવું માણસના હાથની વાત છે. તે સુધરતા સત્યયુગ ને તે બગડતાં કલિયુગ થઈ જાય છે.
પ્રશ્ન : તો પછી માણસે આવા વિરોધી વાતાવરણમાં કેવી રીતે રહેવું ?
ઉત્તર : વાતાવરણ વિરોધી હોય કે ના હોય, માણસે પોતાનો સ્વાર્થ સાધી જ લેવાનો છે. મતલબ કે માણસે ધર્મ ને નીતિને જીવનમાં ઉતારીને ઈશ્વરપરાયણ થવાનું છે. આ કાંઈ અઘરૂં નથી. માણસ મોતનો સામનો કરીને સિંહ, વાઘ જેવા ભયંકર પ્રાણીઓનો શિકાર કરે છે. રાક્ષસ જેવો બનીને યુદ્ધમાં લડે છે ને સંસારમાં રાતદિન દોડાદોડ કરે છે. આ જ પ્રમાણે મનને મારી જો પુરૂષાર્થ કરે તો માણસ નીતિપરાયણ થઈ આત્મશાંતિ મેળવી શકે છે.
જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે રાવણના મહેલની પાસે તેમણે એક મહેલ જોયો. તેમાંથી 'રામ રામ’નો ધ્વનિ થતો હતો. હનુમાનજીને થયું કે રાક્ષસોની નગરી લંકામાં આ રામનો ધ્વનિ ક્યાંથી ? તે બ્રાહ્મણનું રૂપ લઈ મહેલમાં ગયા. મહેલની બહાર તુલસીક્યારો હતો. તેમજ 'રામ રામ’ લખેલું હતું. અંતે હનુમાનજીને ત્યાં વિભીષણનો મેળાપ થયો. હનુમાન વિભીષણને રામભક્ત જાણી પ્રસન્ન થયા. ને તેમને પોતાનો પરિચય આપ્યો. પછી તો પૂછવું જ શું ? 'મારા પર કૃપા કરી રામચંદ્રજીએ મને પોતાના ભક્તના દર્શન કરાવ્યાં,’ એમ આનંદમાં આવી જઈ વિભીષણ હનુમાનજી સાથે વિનય કરવા માંડ્યા. પછી હનુમાનજીએ વિભીષણને પૂછ્યું, 'આ તો રાક્ષસોની નગરી છે. તમે અહીં કેવી રીતે રહી શકો છો ?’ વિભીષણે કહ્યું, ' દાતની વચ્ચે જેમ જીભ રહે છે તે પ્રમાણે હું અહીં રહું છું.’
આ જવાબ પરથી આપણે ખૂબ વિચાર કરવાનો છે ને વિભીષણની જેમ જ આ સંસારમાં પ્રતિકુળ વાતાવરણમાં સાચે માર્ગે વિકાસ કરવાનો છે. આપણી નિષ્ઠા સાચી હશે તો પ્રભુ આપણા પર કૃપા કરશે, આપણને અપનાવશે.

| < Prev | Next > |
|---|