Saturday, February 11, 2012
   
Text Size

Sages sing Ram's glory

मुनियों द्वारा श्रीराम की वंदना 
 
(छंद)
नमामि भक्त वत्सलं। कृपालु शील कोमलं ॥
भजामि ते पदांबुजं। अकामिनां स्वधामदं ॥
निकाम श्याम सुंदरं। भवाम्बुनाथ मंदरं ॥
प्रफुल्ल कंज लोचनं। मदादि दोष मोचनं ॥
 
प्रलंब बाहु विक्रमं। प्रभोऽप्रमेय वैभवं ॥
निषंग चाप सायकं। धरं त्रिलोक नायकं ॥
दिनेश वंश मंडनं। महेश चाप खंडनं ॥
मुनींद्र संत रंजनं। सुरारि वृंद भंजनं ॥
 
मनोज वैरि वंदितं। अजादि देव सेवितं ॥
विशुद्ध बोध विग्रहं। समस्त दूषणापहं ॥
नमामि इंदिरा पतिं। सुखाकरं सतां गतिं ॥
भजे सशक्ति सानुजं। शची पतिं प्रियानुजं ॥
 
त्वदंघ्रि मूल ये नराः। भजंति हीन मत्सरा ॥
पतंति नो भवार्णवे। वितर्क वीचि संकुले ॥
विविक्त वासिनः सदा। भजंति मुक्तये मुदा ॥
निरस्य इंद्रियादिकं। प्रयांति ते गतिं स्वकं ॥
 
तमेकमभ्दुतं प्रभुं। निरीहमीश्वरं विभुं ॥
जगद्गुरुं च शाश्वतं। तुरीयमेव केवलं ॥
भजामि भाव वल्लभं। कुयोगिनां सुदुर्लभं ॥
स्वभक्त कल्प पादपं। समं सुसेव्यमन्वहं ॥
 
अनूप रूप भूपतिं। नतोऽहमुर्विजा पतिं ॥
प्रसीद मे नमामि ते। पदाब्ज भक्ति देहि मे ॥
पठंति ये स्तवं इदं। नरादरेण ते पदं ॥
व्रजंति नात्र संशयं। त्वदीय भक्ति संयुता ॥

(दोहा)
बिनती करि मुनि नाइ सिरु कह कर जोरि बहोरि।
चरन सरोरुह नाथ जनि कबहुँ तजै मति मोरि ॥ ४ ॥


 
વિદાય સમયે મુનિઓ શ્રીરામની વંદના કરે છે
 
(છંદ)
પ્રણામ ભક્તવત્સલ કૃપાલુ શીલકોમલ,
ભજું સદા પદામ્બુજ અકામને સ્વધામદ;
અતીવ શ્યામસુંદર ભવાંબુનાથમંદર,
પ્રફુલ્લકંજ લોચન મદાદિ દોષમોચન.
 
પ્રલંબ બાહુ વિક્રમ, અમાપ દિવ્યવૈભવ,
નિષંગચાપસાયક તમે ત્રિલોકનાયક,
દિનેશ વંશમંડન મહેશ ચાપખંડન,
મુનીન્દ્રસંત રંજન સુરારિવૃંદ ભંજન.
 
મનોજશત્રુવંદિત, અજાજિ દેવસેવિત,
વિશુદ્ધ જ્ઞાનવિગ્રહ સમસ્ત દોષનાયક;
પ્રણામ ઇન્દીરાપતિ સુખસ્વરૂપ સદગતિ,
ભજું સશક્તિસાનુજ શશીપતિ પ્રિયાનુજ.
 
ભજે છે પાદ જે નર સદાય હીન મત્સર
પડે ન તે ભવાર્ણવ વિતર્ક વીચિસંકુલ;
ભજે વિમુક્તિ માંગતા વિવિક્તવાસમાં સદા
મથીને ઇન્દ્રિયો બધી યતીન્દ્ર પામતા ગતિ.
 
છો એક અદભૂત પ્રભો, અકામ છો વળી વિભો,
જગતગુરૂ છો શાશ્વત તુરીય નિત્ય કેવલ;
ભજું છું ભાવવલ્લભ, અસંયમીને દુર્લભ,
સ્વભક્ત કલ્પવૃક્ષશા નમું સુસેવ્ય ને સમ.
 
અનૂપરૂપ દેવ હે, મહીના નાથ પ્રાણ જે,
નમું પ્રસન્ન હો તમે અનંત ભક્તિ દો મને.
પ્રશસ્તિ આદરે કરે સ્વરૂપ ધ્યાનને ધરે,
બનીને ભક્તિસંયુત પ્રસન્ન પ્રાણ તે ફરે.
 
(દોહરો)  
કરી સ્તવન મુનિએ નમી કહ્યું જોડતાં હાથ,
ચરણકમળ છોડે નહીં મારુ મન હે નાથ !

 

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in