Saturday, February 11, 2012
   
Text Size

Ansuya's lesson to Sita

अनसूया द्वारा सीता को नारीधर्म की शिक्षा 
 
अनुसुइया के पद गहि सीता । मिली बहोरि सुसील बिनीता ॥
रिषिपतिनी मन सुख अधिकाई । आसिष देइ निकट बैठाई ॥१॥
 
दिब्य बसन भूषन पहिराए । जे नित नूतन अमल सुहाए ॥
कह रिषिबधू सरस मृदु बानी । नारिधर्म कछु ब्याज बखानी ॥२॥
 
मातु पिता भ्राता हितकारी । मितप्रद सब सुनु राजकुमारी ॥
अमित दानि भर्ता बयदेही । अधम सो नारि जो सेव न तेही ॥३॥
 
धीरज धर्म मित्र अरु नारी । आपद काल परिखिअहिं चारी ॥
बृद्ध रोगबस जड़ धनहीना । अधं बधिर क्रोधी अति दीना ॥४॥
 
ऐसेहु पति कर किएँ अपमाना । नारि पाव जमपुर दुख नाना ॥
एकइ धर्म एक ब्रत नेमा । कायँ बचन मन पति पद प्रेमा ॥५॥
 
जग पति ब्रता चारि बिधि अहहिं । बेद पुरान संत सब कहहिं ॥
उत्तम के अस बस मन माहीं । सपनेहुँ आन पुरुष जग नाहीं ॥६॥
 
मध्यम परपति देखइ कैसें । भ्राता पिता पुत्र निज जैंसें ॥
धर्म बिचारि समुझि कुल रहई । सो निकिष्ट त्रिय श्रुति अस कहई ॥७॥
 
बिनु अवसर भय तें रह जोई । जानेहु अधम नारि जग सोई ॥
पति बंचक परपति रति करई । रौरव नरक कल्प सत परई ॥८॥
 
छन सुख लागि जनम सत कोटि । दुख न समुझ तेहि सम को खोटी ॥
बिनु श्रम नारि परम गति लहई । पतिब्रत धर्म छाड़ि छल गहई ॥९॥
 
पति प्रतिकुल जनम जहँ जाई । बिधवा होई पाई तरुनाई ॥१०॥
 
(सोरठा)
सहज अपावनि नारि पति सेवत सुभ गति लहइ ।
जसु गावत श्रुति चारि अजहु तुलसिका हरिहि प्रिय ॥ ५(क) ॥
 
सनु सीता तव नाम सुमिर नारि पतिब्रत करहि ।
तोहि प्रानप्रिय राम कहिउँ कथा संसार हित ॥ ५(ख) ॥


 
માતા અનસૂયા સીતાને નારીધર્મની શિક્ષા આપે છે
 
ગ્રહી અનસૂયાકેરાં ચરણ બોલી સીતા સુમધુર વચન;
અર્પી આશિષ ઋષિપત્નીએ એને બેસાડી સ્નેહે સમીપે.
 
દિવ્ય વસન ભૂષણ પહેરાવ્યાં, નિતનૂતન નિર્મળ ચારુ લાગ્યાં;
કહી મનહર મધુ મૃદુ વાણી નારી ધર્મને પ્રેમે વખાણી.
 
માતા ભાઇ પિતા હિતકારી સર્વે મિતપ્રદ રાજકુમારી !
કિન્તુ ભર્તા અમિત ફળ આપે કલેશ બંધ અશાંતિને કાપે.
 
એવા પતિને સેવે ના નારી તે છે અધમ અભાગ નઠારી,
ધર્મ ધીરજ મિત્ર ને નાર ચારે પરખાય આપત્તિકાળ.
 
વૃદ્ધ રોગી નિર્ધન જડ અંધ દીન પતિની સેવા કરી બંધ,
ક્રોધી બધિરને ના આપી માન નારી કરી શકે ના કલ્યાણ.
 
એક ધર્મ નિયમ વ્રત એક તન મન વચને રાખી ટેક
પતિચરણોમાં રાખવો પ્રેમ એથી નારીનું થાય છે ક્ષેમ.
 
(દોહરો)   
પતિવ્રતા સ્ત્રીના કહ્યાં જગમાં ચાર પ્રકાર,
વેદપુરાણે સજ્જને એવો કર્યો વિચાર.
*
ભાવ એ જ ઉત્તમના મનમાં સ્વપ્ને અન્ય નર નથી જગમાં;
મધ્યમ પરપતિ મનથી જાણે પિતા પુત્ર કે બંધુ પ્રમાણે.
 
ધર્મ તથા કુળનીતિ વિચારી રહે નિકૃષ્ટ કહી તે નારી;
ભયવશ અવસર ના મળવાથી અધમ સ્ત્રી રહે પતિવ્રતાશી.
 
પતિવંચક પરપતિ રતિવાળી રૌરવ નરક પડે છે ભારી;
ક્ષણિક અમંગલ સુખને માણે, દુઃખને આગામી ના જાણે.
 
એના સરખી અધમ ના કોઇ, પતિવ્રતધર્મ પાળતી જોઇ
અનાયાસ તે સદગતિ પામે; પતિ પ્રતિકૂળ દુઃખ ના વામે.
 
(દોહરો)  
પતિસેવાથી પરમ ગતિ પામે છે નારી,
તુલસી પ્રિય પ્રભુને બની ધર્મ પરમ પાળી.
 
નામ સ્મરી તુજ પાળશે નારી પતિવ્રતધર્મ,
રામ તને છે પ્રાણપ્રિય છતાં કહ્યો મેં મર્મ.
 
જગહિત માટે વર્ણવી તોપણ સર્વ કથા;
શમી ગઇ સ્નેહે છલ્યાં, સુણતાં શબ્દ વ્યથા.

 

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 14 guests online

View site in