Saturday, February 11, 2012
   
Text Size

Ram meet Hanuman

श्रीराम का हनुमान से मिलन
 
आगें चले बहुरि रघुराया । रिष्यमूक परवत निअराया ॥
तहँ रह सचिव सहित सुग्रीवा । आवत देखि अतुल बल सींवा ॥ १॥
 
अति सभीत कह सुनु हनुमाना । पुरुष जुगल बल रूप निधाना ॥
धरि बटु रूप देखु तैं जाई । कहेसु जानि जियँ सयन बुझाई ॥२॥
 
पठए बालि होहिं मन मैला । भागौं तुरत तजौं यह सैला ॥
बिप्र रूप धरि कपि तहँ गयऊ । माथ नाइ पूछत अस भयऊ ॥३॥
 
को तुम्ह स्यामल गौर सरीरा । छत्री रूप फिरहु बन बीरा ॥
कठिन भूमि कोमल पद गामी । कवन हेतु बिचरहु बन स्वामी ॥४॥
 
मृदुल मनोहर सुंदर गाता । सहत दुसह बन आतप बाता ॥
की तुम्ह तीनि देव महँ कोऊ । नर नारायन की तुम्ह दोऊ ॥५॥
 
(दोहा)
जग कारन तारन भव भंजन धरनी भार ।
की तुम्ह अकिल भुवन पति लीन्ह मनुज अवतार ॥ १ ॥


 
શ્રી રામનો હનુમાન સાથે મેળાપ
 
શ્રી રઘુનંદન આગળ ચાલ્યા, ઋષ્યમૂક ગિરિ પાસે આવ્યાં;
સચિવસહિત સુગ્રીવ રહે ત્યાં, પેખ્યા ઉભય અતુલબળ વનમાં.
 
અતિ સભીત બોલ્યો હનુમાન, પુરૂષ ઉભય બળરૂપનિધાન,
ધરી બ્રહ્મચારીનું રૂપ જાણો સત્વર મૂળ સ્વરૂપ.
 
સુહૃદ હોય વાલિતણા જો ગિરિને છોડી નાસું તો.
વિપ્રરૂપ ધારી હનુમાન કહેવા લાગ્યા કરી પ્રણામ
 
કોણ શ્યામ ગૌર તમે વીર, ફરો કેમ ક્ષત્રિયશરીર,
કોમળ પદ છે ભૂમિ કઠોર, ચાલો લેશ કરી ના શોર.
 
મૃદુલ મનોહર સુંદર અંગ, સહો સંકટો કેમ અનંત;
નર નારાયણ બંને છો, ત્રિદેવમાંથી પ્રગટ્યા કો?
 
(દોહરો)
જગકારણ ભવતારણ ભંજન ધરણીભાર
અખિલ વિશ્વપતિ કે તમે ધર્યો મનુજ અવતાર ?

 

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in