Saturday, February 11, 2012
   
Text Size

Hanuman give his introduction

हनुमानजी श्रीराम को अपना परिचय देते है
 
जदपि नाथ बहु अवगुन मोरें । सेवक प्रभुहि परै जनि भोरें ॥
नाथ जीव तव मायाँ मोहा । सो निस्तरइ तुम्हारेहिं छोहा ॥१॥
 
ता पर मैं रघुबीर दोहाई । जानउँ नहिं कछु भजन उपाई ॥
सेवक सुत पति मातु भरोसें । रहइ असोच बनइ प्रभु पोसें ॥ २॥
 
अस कहि परेउ चरन अकुलाई । निज तनु प्रगटि प्रीति उर छाई ॥
तब रघुपति उठाइ उर लावा । निज लोचन जल सींचि जुड़ावा ॥३॥
 
सुनु कपि जियँ मानसि जनि ऊना । तैं मम प्रिय लछिमन ते दूना ॥
समदरसी मोहि कह सब कोऊ । सेवक प्रिय अनन्यगति सोऊ ॥४॥
 
(दोहा)
सो अनन्य जाकें असि मति न टरइ हनुमंत ।
मैं सेवक सचराचर रूप स्वामि भगवंत ॥ ३ ॥


 
હનુમાનજી શ્રીરામને પોતાનો પરિચય આપે છે
 
ઘણાં અવગુણ મારામાં નાથ, તોય છોડવો ના ઘટે સાથ;
તમે ભૂલો તો ચાલે કેમ, હોય પ્રભુનો તો પાવન પ્રેમ.
 
માયાસંમોહિત જોકે જીવ તરે અનુગ્રહથી તમ શિવ !
તમે વરસો કૃપાની ના વર્ષા તો તો જીવ બધા રહે તરસ્યા.
 
કર્યું ભજન નથી મેં કાંઇ, વળી સાધના ના કશી સાંઇ;
રહે સેવક સ્વામી ભરોસે માતા બાળકને વળી પોષે.
તેમ ભક્તને ચિંતા કશી ના, પ્રભુ સંભાળે એને જગે આ.
 
પડ્યા ચરણોમાં અંજનીપુત્ર, ધાર્યું પોતાનું અસલ સ્વરૂપ;
આપ્યું રામે આલિંગન ત્યારે, કર્યા શીતળ અશ્રુની ધારે.
 
તમે કપિવર ઓછું ના આણો, પ્રિય અનુજથી દ્વિગુણિત જાણો;
મને સમદર્શી સઘળા જાણે, છતાં ભક્ત વસે મારા પ્રાણે.
 
(દોહરો)
અનન્ય ગતિ સેવક મને પ્રિય છે અધિક ખરે,
પ્રિય અપ્રિય જોકે મને કોઇયે ન મળે.
 
એ અનન્ય જેની કદી મતિ ન મટે હનુમંત,
હું સેવક સચરાચર રૂપ પરમ ભગવંત.

 

Today's Quote

Try not to become a man of success but a man of value.
- Albert Einstein 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 18 guests online

View site in