Saturday, February 11, 2012
   
Text Size

Sugriva assure help to find Sita

सीता को ढूँढने में आवश्यक सहयोग का सुग्रीव का वचन
 
कीन्ही प्रीति कछु बीच न राखा । लछमिन राम चरित सब भाषा ॥
कह सुग्रीव नयन भरि बारी । मिलिहि नाथ मिथिलेसकुमारी ॥१॥
 
मंत्रिन्ह सहित इहाँ एक बारा । बैठ रहेउँ मैं करत बिचारा ॥
गगन पंथ देखी मैं जाता । परबस परी बहुत बिलपाता ॥२॥
 
राम राम हा राम पुकारी । हमहि देखि दीन्हेउ पट डारी ॥
मागा राम तुरत तेहिं दीन्हा । पट उर लाइ सोच अति कीन्हा ॥३॥
 
कह सुग्रीव सुनहु रघुबीरा । तजहु सोच मन आनहु धीरा ॥
सब प्रकार करिहउँ सेवकाई । जेहि बिधि मिलिहि जानकी आई ॥४॥
 
(दोहा)
सखा बचन सुनि हरषे कृपासिधु बलसींव ।
कारन कवन बसहु बन मोहि कहहु सुग्रीव ॥ ५ ॥ 


 
સીતાની શોધમાં મદદરૂપ થવાનું સુગ્રીવ વચન આપે છે
 
કરી પ્રીત અંતર ના રાખ્યું; રામચરિત અનુજે સહુ ભાખ્યું;
કહ્યું કપિએ નયનભરી વારિ, મળશે પ્રિય મિથિલેશકુમારી.
 
એક વાર મુજ મંત્રી સાથ બેઠો ગિરિ પર કરી વિચાર,
ગગનપંથ નિરખી નારી પરવશ વિલાપથી ભારી.
 
રામ રામ હા રામ કહી અસહ્ય સંકટને ન સહી,
નાખ્યું વસ્ત્ર હતું ત્યારે એણે પર્વત પર પ્યારે.
 
વસ્ત્ર વિલોકીને શ્રીરામ કરવા લાગ્યા શોક તમામ,
હૃદય લગાવી ઘડી રહ્યા, વ્યથા તણા બે વચન કહ્યાં
 
શોક તજો સુગ્રીવ વદ્યો, ધૈર્ય ધરો ને સ્થૈર્ય સજો;
સહાય સર્વપ્રકાર કરીશ, શોક તમારો સકળ હરીશ.
 
(દોહરો) 
સીતાના મેળાપના કરીશ સર્વ ઉપાય;
હરખ્યા સાંત્વન પામતાં કૃપાસિંધુ રઘુરાય.
 
વનમાં કેમ વસો તમે, કહો પિતૃનાં નામ,
જન્મકથા મુજને કહો બોલ્યા તરત જ રામ.

 

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 21 guests online

View site in