Saturday, February 11, 2012
   
Text Size

Opening verses

मंगलाचरण
 
(श्लोक)
रामं कामारिसेव्यं भवभयहरणं कालमत्तेभसिंहं
योगीन्द्रं ज्ञानगम्यं गुणनिधिमजितं निर्गुणं निर्विकारम  ।
मायातीतं सुरेशं खलवधनिरतं ब्रह्मवृन्दैकदेवं
वन्दे कन्दावदातं सरसिजनयनं देवमुर्वीशरूपम ॥ १ ॥
 
शंखेन्द्वाभमतीवसुन्दरतनुं शार्दूलचर्माम्बरं
कालव्यालकरालभूषणधरं गंगाशशांकप्रियम  ।
काशीशं कलिकल्मषौघशमनं कल्याणकल्पद्रुमं
नौमीड्यं गिरिजापतिं गुणनिधिं कन्दर्पहं शङ्करम ॥ २ ॥
 
यो ददाति सतां शम्भुः कैवल्यमपि दुर्लभम  ।
खलानां दण्डकृद्योऽसौ शङ्करः शं तनोतु मे ॥ ३ ॥
 
(दोहा)
लव निमेष परमानु जुग बरष कलप सर चंड  ।
भजसि न मन तेहि राम को कालु जासु कोदंड ॥
 
(सोरठा)
सिंधु बचन सुनि राम सचिव बोलि प्रभु अस कहेउ  ।
अब बिलंबु केहि काम करहु सेतु उतरै कटकु ॥ १ ॥
 
सुनहु भानुकुल केतु जामवंत कर जोरि कह  ।
नाथ नाम तव सेतु नर चढ़ि भव सागर तरिहिं ॥ २ ॥

MP3 Audio

મંગલાચરણ
 
વંદું કામારિસેવ્ય ભવભયહરતા કાળમત્તેભસિંહ
યોગી ને જ્ઞાનગમ્ય ગુણનિધિ અજિત નિર્ગુણ નિર્વિકાર,
માયાસ્વામી સુરેશ ખદ્યવધનિરત બ્રહ્મબ્રહ્માંડદેવ
મેઘશ્યામ પ્રતાપી સરસિજનયન રામ ઉર્વીશરૂપ.
 
જે છે શંખ શશાંક કાંતિતન ને શાર્દૂલ ચર્મામ્બર
કાળવ્યાલ કરાળ ભૂષણધર ગંગા શશાંકપ્રિય,
પ્રાર્થું તે કલિકલ્મષૌધશમન કલ્યાણ કલ્પદ્રુમ
ગૌરીના પતિ શંભુ સદગુણનિધિ કંદર્પના નાશક.
 
સજ્જનો સમર્પે જે અતિદુર્લભ મુકિતને
દુષ્ટોને દંડ દેનારા ભક્તોના અભયંકર,
કાશીશને સ્તવું છું એ આશીર્વાદ મને ધરો
કરો કલ્યાણ, સુખની અભિવૃદ્ધિ સદા કરો.
 
(દોહરો)          
લવ નિમેષ પરમાણુ યુગ વર્ષ કલ્પ શર ચંડ,
ભજે ન કાં મન રામને કાળ જેનું કોદંડ ?
 
સિંધુવચનને સાંભળી સચિવ વદ્યા હે રામ,
વિના વિલંબ કરો હવે સેતુતણું શુચિ કામ.
 
કહ્યું જાંબવાને તરત રામ ભાનુકુલ કેતુ,
નામ આપનું સેતુ છે ભવ તરવાને હેતુ.

 

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 18 guests online

View site in