Saturday, February 11, 2012
   
Text Size

Surasa test Hanuman's intelligence

सुरसा ने हनुमान की परीक्षा की
 
जात पवनसुत देवन्ह देखा  । जानैं कहुँ बल बुद्धि बिसेषा ॥
सुरसा नाम अहिन्ह कै माता  । पठइन्हि आइ कही तेहिं बाता ॥१॥
 
आजु सुरन्ह मोहि दीन्ह अहारा  । सुनत बचन कह पवनकुमारा ॥
राम काजु करि फिरि मैं आवौं  । सीता कइ सुधि प्रभुहि सुनावौं ॥२॥
 
तब तव बदन पैठिहउँ आई  । सत्य कहउँ मोहि जान दे माई ॥
कवनेहुँ जतन देइ नहिं जाना  । ग्रससि न मोहि कहेउ हनुमाना ॥३॥
 
जोजन भरि तिहिं बदनु पसारा  । कपि तनु कीन्ह दुगुन बिस्तारा ॥
सोरह जोजन मुख तेहिं ठयऊ  । तुरत पवनसुत बत्तिस भयऊ ॥४॥
 
जस जस सुरसा बदनु बढ़ावा  । तासु दून कपि रूप देखावा ॥
सत जोजन तेहिं आनन कीन्हा  । अति लघु रूप पवनसुत लीन्हा ॥५॥
 
बदन पइठि पुनि बाहेर आवा  । मागा बिदा ताहि सिरु नावा ॥
मोहि सुरन्ह जेहि लागि पठावा  । बुधि बल मरमु तोर मैं पावा ॥६॥
 
(दोहा)
राम काजु सबु करिहहु तुम्ह बल बुद्धि निधान  ।
आसिष देइ गई सो हरषि चलेउ हनुमान ॥ २ ॥


 
 સુરસા હનુમાનજીની પરીક્ષા કરે છે
 
દેવે દેખ્યા જતા હનુમાન, બળબુદ્ધિ ભંડાર સમાન,
માતા સર્પોની સુરસા નામ, એને સોંપ્યું પરીક્ષાનું કામ.
 
દેવે આપ્યો છે મુજને આહાર, કાઢયા સુરસાએ આવી ઉદગાર,
બોલ્યા હનુમાન શાંતિથી ત્યારે, રામ-કાર્ય કરું હું અત્યારે.
 
સીતાકેરા સમાચાર લાવું મળી, રઘુપતિ પાસે આવું,
કરજે ભક્ષણ તે પછી મારું, હમણાં સદ્ય જવા દે તો સારું.
 
કિન્તું સુરસાએ લેશ ના માન્યું, મુખ યોજનભર વિસ્તાર્યું;
કર્યું દ્વિગુણિત તન હનુમાને ધારી રામના રૂપને પ્રાણે.
 
સોળ યોજનનું મુખ કીધું, રૂપ બમણું પવનપુત્રે લીધું;
એમ વધતાં ગયાં તન બેનાં, અટકી સ્પર્ધા શક્તિતણી એ ના.
 
(દોહરો) 
સો યોજનનું મુખ વળી સુરસાએ કીધું
ત્યારે અતિ લઘુરૂપ શ્રી હનુમાને લીધું.
 
પ્રવેશતાં એના મુખે આવ્યા તરત બહાર,
શીશ નમાવી એહની માગી રહ્યા વિદાય.
 
ત્યારે સુરસાએ કહ્યું, દેવોએ મુજને
મોકલી હતી માપવા તુજ બુદ્ધિબળને.
 
રામકાર્ય કરશો તમે, છો બળબુદ્ધિનિધાન;
આશિષ આપી હરખતાં ચાલ્યા ને હનુમાન.

 

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 14 guests online

View site in