Saturday, February 11, 2012
   
Text Size

Hanuman meet Lankini at the gate

लंका के प्रवेशद्वार पर हनुमानजी की लंकिनी से भेट
 
मसक समान रूप कपि धरी । लंकहि चलेउ सुमिरि नरहरी ॥
नाम लंकिनी एक निसिचरी । सो कह चलेसि मोहि निंदरी ॥१॥
 
जानेहि नहीं मरमु सठ मोरा । मोर अहार जहाँ लगि चोरा ॥
मुठिका एक महा कपि हनी । रुधिर बमत धरनीं डनमनी ॥२॥
 
पुनि संभारि उठी सो लंका । जोरि पानि कर बिनय ससंका ॥
जब रावनहि ब्रह्म कर दीन्हा । चलत बिरंचि कहा मोहि चीन्हा ॥३॥
 
बिकल होसि तैं कपि कें मारे । तब जानेसु निसिचर संघारे ॥
तात मोर अति पुन्य बहूता । देखेउँ नयन राम कर दूता ॥४॥
 
(दोहा)
तात स्वर्ग अपबर्ग सुख धरिअ तुला एक अंग ।
तूल न ताहि सकल मिलि जो सुख लव सतसंग ॥ ४ ॥


 
લંકાના પ્રવેશદ્વાર પર લંકિનીનો મેળાપ
 
મસકસમાન રૂપ કપિ ધરી ચાલ્યા રાતે હરિને સ્મરી;
નિશાચરી નામે લંકિની બોલી જાય મને અવગણી.
 
મર્મ ન મારો શઠ સમજે, ચોર ગ્રાસ મારા ગણજે;
કપિએ મુષ્ટિપ્રહાર કર્યો, દેહ ધરા પર તરત ઢળ્યો.
 
ઊલટી કરતી રક્તતણી ઊઠી ફરી વિક્ષુબ્ધ બની;
વદી વિવેકે કરી પ્રણામ, બની ગઈ હું તો કૃતકામ.
 
રાવણને વરદાન ધરી બોલ્યા બ્રહ્મા કૃપા કરી,
વાનરબળથી વ્યાકુળ થાય બળ તારું સઘળુંય હણાય
ત્યારે નિશિચરનો સંહાર મળ્યો સમજજે એ કરનાર.
 
અતિશય પુણ્ય ગણું મારું રામદૂતદર્શન ન્યારું
મુજ લોચનથી મળ્યું મને, તૃપ્તિ પામી પૂર્ણપણે.
 
(દોહરો)  
સ્વર્ગ તેમ અપવર્ગસુખ મળે તુલા એક અંગ
કરે ન સમતા તોય તે જે સુખ ક્ષણ સતસંગ.

 

Today's Quote

Awake. Be the witness of your thoughts. You are what observes, not what you observe.
- Lord Buddha 
04.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in