Saturday, February 11, 2012
   
Text Size

Hanuman accidently reach Vibhishan's place

हनुमानजी विभीषण के घर जा पहूँचे
 
लंका निसिचर निकर निवासा । इहाँ कहाँ सज्जन कर बासा ॥
मन महुँ तरक करैं कपि लागा । तेहीं समय बिभीषनु जागा ॥१॥
 
राम राम तेहिं सुमिरन कीन्हा । हृदयँ हरष कपि सज्जन चीन्हा ॥
एहि सन हठि करिहउँ पहिचानी । साधु ते होइ न कारज हानी ॥२॥
 
बिप्र रूप धरि बचन सुनाए । सुनत बिभीषन उठि तहँ आए ॥
करि प्रनाम पूँछी कुसलाई । बिप्र कहहु निज कथा बुझाई ॥३॥
 
की तुम्ह हरि दासन्ह महँ कोई । मोरें हृदय प्रीति अति होई ॥
की तुम्ह रामु दीन अनुरागी । आयहु मोहि करन बड़भागी ॥४॥
 
(दोहा) 
तब हनुमंत कही सब राम कथा निज नाम ।
सुनत जुगल तन पुलक मन मगन सुमिरि गुन ग्राम ॥ ६ ॥


 
હનુમાનજી વિભિષણના આવાસે જઇ પહોંચે છે
 
લંકા નિશિચર-નિકર-નિવાસ, એમાં ક્યાં સજ્જનનો વાસ ?
વિચારવા લાગ્યા હનુમાન, ત્યાં તો જાગ્યા ભક્ત મહાન.
 
રામ રામ સુણતાં સુમિરન, સજ્જ્ન સમજી થયાં પ્રસન્ન,
પરિચય સાગ્રહ ભલે કરું, સંત હાનિપ્રદ નહીં ગણુ.
 
વદ્યા વિપ્રનું રૂપ ધરી, વિભીષણે ના વાર કરી,
આવી પ્રેમે કર્યા પ્રણામ, પૂછી પરિચય-કથા તમામ
 
કોઈ છો હરિદાસ તમે, પ્રીત પેખતાં થાય મને.
રામ દીનજન પ્રતિ અનુરાગ, કરવા કે આવ્યા બડભાગ ?
 
(દોહરો)  
હનુમંતે સઘળી કથા કહી કહ્યું નિજ નામ,
સુણી ઉભય પુલકિત બન્યા સ્મરી રામગુણગાન.

 

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 15 guests online

View site in