Saturday, February 11, 2012
   
Text Size

Vibhishan reveal Sita's whereabout to Hanuman

विभीषण ने हनुमानजी को बताया की सीता अशोकवन में है
 
जानतहूँ अस स्वामि बिसारी । फिरहिं ते काहे न होहिं दुखारी ॥
एहि बिधि कहत राम गुन ग्रामा । पावा अनिर्बाच्य विश्रामा ॥१॥
 
पुनि सब कथा बिभीषन कही । जेहि बिधि जनकसुता तहँ रही ॥
तब हनुमंत कहा सुनु भ्राता । देखी चलेउँ जानकी माता ॥२॥
 
जुगुति बिभीषन सकल सुनाई । चलेउ पवनसुत बिदा कराई ॥
करि सोइ रूप गयउ पुनि तहवाँ । बन असोक सीता रह जहवाँ ॥३॥
 
देखि मनहि महुँ कीन्ह प्रनामा । बैठेहिं बीति जात निसि जामा ॥
कृस तनु सीस जटा एक बेनी । जपति हृदयँ रघुपति गुन श्रेनी ॥४॥
 
(दोहा)
निज पद नयन दिएँ मन राम पद कमल लीन ।
परम दुखी भा पवनसुत देखि जानकी दीन ॥ ८ ॥


 
વિભિષણ હનુમાનજીને કહ્યું કે સીતા અશોકવનમાં છે
 
વિસરે જાણ્યા છતાંય સ્વામી, ફરે રહે તે દુઃખ જ પામી;
કહેતાં એજ રામગુણગ્રામ, પામ્યા અનિર્વાચ્ય વિશ્રામ.
 
વિભીષણે સૌ કથા કહી જે વિધ, જનકસુતા ત્યાં રહી;
હનુમંત વદ્યા ત્યારે ભ્રાત, ચહું નીરખવા સીતામાત.
 
સુણી મિલનનો સકળ ઉપાય, પછી પવનસુત થયા વિદાય;
ધરી પહેલાંશું લઘુ રૂપ, અશોકવનમાં ગયા અનુપ.
 
કર્યા મનોમન પ્રેમપ્રણામ, પેખી સીતા સ્મરતી રામ;
શરીર કૃશ શીર જટા વિશાળ, ચાર પ્રહર ના નીંદ લગાર.
 
(દોહરો)  
નયન ચરણપ્રતિ છે ઢળ્યાં, મન રામચરણલીન,
પીડા પામ્યા પવનસુત પેખી સીતા દીન.

 

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 17 guests online

View site in