Hanuman listen dialogue between Sita and Ravan
अशोकवन में हनुमानजी ने रावण और सीता का संवाद सुना
तरु पल्लव महुँ रहा लुकाई । करइ बिचार करौं का भाई ॥
तेहि अवसर रावनु तहँ आवा । संग नारि बहु किएँ बनावा ॥१॥
बहु बिधि खल सीतहि समुझावा । साम दान भय भेद देखावा ॥
कह रावनु सुनु सुमुखि सयानी । मंदोदरी आदि सब रानी ॥२॥
तव अनुचरीं करेउँ पन मोरा । एक बार बिलोकु मम ओरा ॥
तृन धरि ओट कहति बैदेही । सुमिरि अवधपति परम सनेही ॥३॥
सुनु दसमुख खद्योत प्रकासा । कबहुँ कि नलिनी करइ बिकासा ॥
अस मन समुझु कहति जानकी । खल सुधि नहिं रघुबीर बान की ॥४॥
सठ सूनें हरि आनेहि मोही । अधम निलज्ज लाज नहिं तोही ॥५॥
(दोहा)
आपुहि सुनि खद्योत सम रामहि भानु समान ।
परुष बचन सुनि काढ़ि असि बोला अति खिसिआन ॥ ९ ॥
અશોકવનમાં હનુમાનજી રાવણ અને સીતાનો સંવાદ સાંભળે છે
(દોહરો)
છુપાઈ તરુપલ્લ્વે રહ્યા વિચાર કરી ;
આવ્યો રાવણ તે સમે બહુ સ્ત્રીસંગ લઈ.
સામ દામ ભય ભેદથી ખલ એ વિવિધ પ્રકાર,
સીતાને સમજાવવા લાગ્યો વારંવાર.
મારી જે મંદોદરી સમી અન્ય રાણી
સુમુખી, સૌને સેવિકા કરીશ હું તારી.
પ્રતિજ્ઞા સુણી મુજ પ્રતિ નિહાળ એક જ વાર ;
તૃણની આડ કરી સ્મરી રઘુપતિ પરમકૃપાળ.
સીતા બોલી, કમલિની કો ખદ્યોતપ્રકાશ
પામીને સ્વપ્નેય શું કરી શકે સુવિકાસ ?
દસમુખ, રઘુવરબાણની માહિતી તને ના,
નહિ તો વચન અધમ કદી ઉચ્ચારત ના આ.
અધમ અને નિર્લજ્જ તું લાવ્યો મને હરી
સ્તેન જેમ બેઠો વળી વનમાં કેદ કરી.
પોતાને ખદ્યોત સમ, રઘુપતિ સૂર્ય સમાન,
કટુ શબ્દ સુણીને વદ્યો કાઢીને તલવાર.
| < Prev | Next > |
|---|
