Sunday, February 05, 2012
   
Text Size

Sight of Pushpak delight everyone

पुष्पक विमान देखकर अयोध्यावासी हर्षित
 
हरषि भरत कोसलपुर आए । समाचार सब गुरहि सुनाए ॥
पुनि मंदिर महँ बात जनाई । आवत नगर कुसल रघुराई ॥१॥
 
सुनत सकल जननीं उठि धाईं । कहि प्रभु कुसल भरत समुझाई ॥
समाचार पुरबासिन्ह पाए । नर अरु नारि हरषि सब धाए ॥२॥
 
दधि दुर्बा रोचन फल फूला । नव तुलसी दल मंगल मूला ॥
भरि भरि हेम थार भामिनी । गावत चलिं सिंधु सिंधुरगामिनी ॥३॥
 
जे जैसेहिं तैसेहिं उटि धावहिं । बाल बृद्ध कहँ संग न लावहिं ॥
एक एकन्ह कहँ बूझहिं भाई । तुम्ह देखे दयाल रघुराई ॥४॥
 
अवधपुरी प्रभु आवत जानी । भई सकल सोभा कै खानी ॥
बहइ सुहावन त्रिबिध समीरा । भइ सरजू अति निर्मल नीरा ॥५॥
 
(दोहा)
हरषित गुर परिजन अनुज भूसुर बृंद समेत ।
चले भरत मन प्रेम अति सन्मुख कृपानिकेत ॥ ३(क) ॥ 
 
बहुतक चढ़ी अटारिन्ह निरखहिं गगन बिमान ।
देखि मधुर सुर हरषित करहिं सुमंगल गान ॥ ३(ख) ॥ 
 
राका ससि रघुपति पुर सिंधु देखि हरषान ।
बढ़यो कोलाहल करत जनु नारि तरंग समान ॥ ३(ग) ॥

*
MP3 Audio

*
 
પુષ્પક વિમાન જોતાં સૌ હર્ષાન્વિત
 
(દોહરો)
કોશલપુર પહોંચી કહ્યા સમાચાર ગુરુને,
ભરતે મહેલમાં કહી વાત વળી સહુને.
 
રઘુનંદન આવી રહ્યા ક્ષેમકુશળ નગરે,
સુણતાં દોડી માત ને દોડયા જન સઘળે.
 
દુર્વા ગોરોચન દહીં તુલસી મંગલમૂળ,
સુવર્ણથાળમહીં ભરી વિવિધ ફળો ને ફૂલ,
 
ગાતી ચાલી ભાવથી સૌભાગ્યવતી નાર,
હસ્તિનીસમી મદભરી, પ્રાણે પ્રેમ અપાર.
 
પ્રભુ આવ્યા જાણી બની સુંદરતાની ખાણ,
અવધપુરી, વાયો ત્રિવિધ વાયુ પ્રસન્ન રસાળ.
 
સરયૂ અતિનિર્મળ બની; પરિજન અનુજસમેત,
ભરત વિપ્રગુરુને લઈ ચાલ્યા કૃપાનિકેત,
 
વધાવવાને રામને મનમાં ભાવ ભરી,
ચઢી અટારી પર બધે સન્નારી સઘળી.
 
હર્ષાન્વિત હૈયાં બન્યાં નીરખી નભે વિમાન,
ગાવા લાગી મધુસ્વરે પ્રમદા મંગલ ગાન.
 
પૂર્ણેન્દુસમા રામ ને નગરી સિંધુ સમાન,
કોલાહલ ભરતીસમો, તરંગ જાણે નાર.

 

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

 
16.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 352 guests online

View site in