if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Yudhisthir perform Rajsuy yajna}

After Jarasangh's death, the path for Rajsuya yajna became clear for Yudhisthir. Bhim, Arjun, Nakul and Sahdev headed off in different directions and conquered states that came their way.  Yudhisthir, remained in the capital and ruled the kingdom of Khandavprastha and established peace and prosperity for its people.  When the time was proper, he decided to perform Rajsuya yajna. Invitations were send to various states and scholars.

Lord Krishna arrived in Khandavprastha from Dwarika. Bhishma, Drona, Krupacharya, Dhritarastra and Vidur came from Hastinapur accompanied by Kauravas. Everyone was assigned different appropriate tasks in this great ceremony. Sage Vyasa graced the occasion and initiated the rituals. Sage Yajnavalkya and other noted scholars of that time performed the customs. Krishna assumed the responsibility of serving the guests by washing their feet. Amid much fanfare, the yajna came to an end. Yudhisthir and Pandavas thus reached a coveted milestone in their illustrated career as rulers.

{/slide}

જરાસંઘના નાશ પછી પાંડવોએ રાજસૂય યજ્ઞની પૂર્વભૂમિરૂપે અન્ય રાજાઓને વશ કરીને દિગ્વિજય કરવાનો આરંભ કર્યો. એ દિગ્વિજય માટે યુધિષ્ઠિરની આવશ્યક અનુમતિ મળી ગઇ.

વિશાળ સેનાસમૂહથી ઘેરાયેલા અર્જુને અગ્નિએ આપેલા રમણીય રથમાં વિરાજીને પ્રયાણ કર્યું. ભીમે તથા પુરુષોમાં સિંહ સરખા નકુલ સહેદેવે યુધિષ્ઠિરથી સન્માનિત બનીને પોતાની વિજયયાત્રા આરંભી.  અર્જુને ઉત્તર દિશામાં વિજય મેળવ્યો, ભીમસેને પૂર્વ દિશામાં, સહદેવે દક્ષિણ દિશામાં અને નકુલે સ્વપરાક્રમે પશ્ચિમ દિશામાં.

ધર્મરાજ યુધિષ્ઠિરે એ દરમ્યાન ખાંડવપ્રસ્થમાં રહીને રાજ્યસુખનો ઉપભોગ  કર્યો.

યુધિષ્ઠિરના સંરક્ષણથી, ધર્મના પરિપાલનથી અને શત્રુઓના સંહારથી સઘળી પ્રજા સત્કર્મપરાયણ બનીને સંપૂર્ણ સુખશાંતિપૂર્વક રહેવા લાગી. સુચારૂરૂપે શાસન ચાલવાથી સર્વત્ર માગ્યા મેહ વરસતા. ધરતી સમૃદ્ધિશાળી બનેલી. ગોરક્ષા, કૃષિ, વ્યાપારનાં વિવિધ પ્રકારનાં કલ્યાણકાર્યો સંતોષકારક રીતે ચાલ્યાં કરતાં. ચોર, ડાકુ, ઠગરા અને અસત્ય ભાષણ કરનારનો રાજ્યમાં સર્વત્ર અભાવ  હતો.

ધર્મપરાયણ યુધિષ્ઠિરના  રાજ્યકાળ દરમિયાન અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વ્યાધિ, આગ, અકાળ મૃત્યુ એમાનું ક્યાંય કશું જ નહોતું દેખાતું, ધર્માનુસાર પ્રાપ્ત  કરેલા ધનને લીધે એમના ઘનભંડાર ખુબ જ વધી ગયેલા. એ કોઇ કારણે ઓછો થાય એવી કોઇ પ્રકારની સંભાવના નહોતી.

પોતાના ધનભંડાર, અન્નસંગ્રહ એને અનંત ઐશ્વર્યનું અનુમાન કરીને ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞના અનુષ્ઠાનને માટે નિર્ણય કર્યો. એવા યજ્ઞને માટેની પૂર્વભૂમિકા તૈયાર હતી. મિત્રોએ અને પ્રશંસકોએ એમના નિર્ણયને અનુમોદન આપ્યું એથી યુધિષ્ઠિરના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઇ.

એટલામાં દ્વારકાની સંપત્તિ તથા સેના પર પિતા વસુદેવના અધિકારને સ્થાપીને, ધર્મરાજ યુધિષ્ઠિર માટે અનંત ધનભંડાર લઇને, કૃષ્ણે પોતાની સેના સાથે ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કર્યો.

યુધિષ્ઠિરે એમનો સમુચિત સત્કાર કર્યો.

યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કરવાનો વિચાર રજુ કર્યો તો કૃષ્ણે એને અતિશય ઉત્સાહિત થઇને અંતઃકરણપૂર્વક અનુમોદન આપ્યું. યુધિષ્ઠિરને એથી શાંતિ થઇ ને બળ મળ્યું. એમણે રાજસૂય યજ્ઞને માટેની અનેકવિધ સાધનસામગ્રી એકઠી કરવા માંડી.

ઇન્દ્રસેન, વિશોક અને અર્જુનના પ્રિય સારથિ પૂરુને અન્નાદિ લાવવાનું અને સુસ્વાદુ ભોજનસામગ્રી કે ખાદ્ય અને પેય પદાર્થોને તૈયાર કરવાનું કામ સોપ્યું. દ્વૈપાયન વ્યાસે મૂર્તિમંત વેદો જેવા પરમ ભાગ્યશાળી પંડીતોને યજ્ઞમાં ઋત્વિજ બનવાનું આમંત્રણ આપ્યું. વ્યાસે બ્રહ્માનું ગ્રહણ કર્યુ. ધનંજય ગોત્રમાં શ્રેષ્ઠ સુસામા નામના આંગિરસ સામગાન કરનારા અથવા ઉદગાતા થયા. બ્રહ્મર્ષિ શ્રેષ્ઠ યાજ્ઞવલ્કય અધ્વર્યુશ્રેષ્ઠ બન્યા અને વસુના સુપુત્ર પૈલમુનિ ધોમ્યની સાથે હોય. એ ઋષિઓના વેદવેદાંગમાં પારંગત થયેલા સુપુત્રો તથા શિષ્યોએ સ્વસ્તિવાચન દ્વારા યજ્ઞનો સંકલ્પવિધિ કરીને શાસ્ત્રોક્ત રીતે ભૂમિપૂજા કરી.

યુધિષ્ઠિરને યોગ્ય કાળે યજ્ઞની દિક્ષા આપવામાં આવી. યુધિષ્ઠિર દીક્ષિત થઈને અસંખ્ય માનવોથી ઘેરાઈને યજ્ઞસ્થાને ગયા.

યજ્ઞક્રિયામાં ઉપસ્થિત રહેવા માટે યુધિષ્ઠિરે ભીષ્મ, દ્રોણ, વિદુર, કૃપાચાર્ય તથા પોતાની પર પ્રીતિ રાખનારા સૌ કોઈને નકુલને હસ્તિનાપુર મોકલીને આમંત્રણ આપેલું, એટલે એ સઘળા પણ સુયોગ્ય સમયે પહોંચી ગયા. એ એમની સાથે યજ્ઞની ભેટ તરીકે વિવિઘ રત્નો લાવેલા.

ભીષ્મ પિતામહને તથા દ્રોણાચાર્યને પૂજ્યભાવે પ્રણામ કરીને યુધિષ્ઠિરે કૃપાચાર્ય, અશ્વત્થામા, દુર્યોધન તથા વિવિંશતિને રાજસૂય યજ્ઞને પોતાનો સમજીને એમાં સર્વપ્રકારે સહાયતા કરવા માટે પ્રાર્થના કરી.

એમણે ભોજનાલયમાં પ્રબંધનું કાર્ય દુ:શાસનને સોંપ્યું. બ્રાહ્મણોના સ્વાગતકાર્ય માટે અશ્વત્થામાની અને રાજાઓના સન્માન-સત્કાર કાર્ય  માટે સંજયની નિયુક્તિ કરી. ભીષ્મને અને દ્રોણને સમસ્ત યજ્ઞના નિરીક્ષક અને સલાહકાર તરીકે પસંદ કર્યા. સુંદર કાંતિવાળા સુવર્ણની અને રત્નોની તપાસ માટે તેમજ દક્ષિણાઓને આપવાના કાર્ય માટે કૃપાચાર્યની પસંદગી કરી.

બાહલીક, ધૃતરાષ્ટ્ર, સોમદત્ત તથા જયદ્રથ સર્વના સર્વાઘિકારી બનીને વિહરવા લાગ્યા. વિદુરને ખર્ચખાતું  સોંપવામાં આવ્યુ. દુર્યોધનને યજ્ઞમાં આવનારી નાનીમોટી ભેટના નિરીક્ષક તથા અધિનાયક તરીકે નીમવામાં આવ્યો.

શ્રી કૃષ્ણે યજ્ઞમાં ભાગ લેવા માટે આવનારા બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનનું કાર્ય સ્વૈચ્છિક રીતે સ્વીકારી લીધું. એ કાર્ય દ્વારા એમની જન્મજાત નમ્રતાનું દર્શન થયું.

સૌ કોઈએ વિવિધ રત્નોથી ધર્મરાજ યુધિષ્ઠિરના ભંડારની વૃધ્ધિ કરી.

યુધિષ્ઠિરનો એ અલૌકિક રાજસૂય યજ્ઞ સર્વ પ્રકારે સાર્થક બન્યો. સફળતાને વર્યો.

એ યજ્ઞ દેવર્ષિ નારદની અને અન્ય અનેક ઋષિમુનિ, તપસ્વી, શાસ્ત્રોના પારદર્શી વિદ્વાનોની સમુપસ્થિતિથી સવિશેષ સમલંકૃત બનેલો. એ સૌ યજ્ઞકાર્યની સફળતા નિહાળીને પ્રસન્નતાને પામ્યા.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.