Shivmahimna Stotra A Gujarati super-site for spiritual aspirants. http://swargarohan.org/stotra/shivmahimna/ Fri, 10 Feb 2012 23:41:40 +0000 Joomla! 1.5 - Open Source Content Management en-gb Verse 01 http://swargarohan.org/stotra/shivmahimna/01.htm http://swargarohan.org/stotra/shivmahimna/01.htm महिम्नः पारं ते परमविदुषो यज्ञसदृशी
स्तुतिर्ब्रह्मादीना मपि तदवसन्नास्त्वयि गिरः ।
अथावाच्यः सर्वः स्वमतिपरिणामधि गृणन्
ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः ॥१॥

*

mahimnah param te parama vidusho yadya sadrishi
stutir brahma dina mapi tadava sannastvayi girah,
atha vacyah sarvah svamati parinam avadhi grinan
mamapyeshah stotre hara nirapavadah parikarah

*

તમારો ના જાણે પુરણ મહિમા તે સ્તુતિ કરે,
ન હો યોગ્ય તે તો સ્તુતિ વ્યરથ બ્રહ્માની પણ છે;
અને જો પોતાની મતિ મુજબ ગાવાનું તમને,
ગણો સારૂં તો તો, અનુચિત નથી ગીત મુજ આ ॥ ૧ ॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/01.mp3{/audio}

*

૧. પ્રભો ! તમારા ગુણ ગાવાને આજે આવ્યો છું. તમારા મંદિરને પગથિયો ઉભો ઉભો તમારા કોટિ કામસુંદર રૂપને જોઈ રહ્યો છું. કેટલું મંગલ, કેટલું સુંદર, અનુપમ છે તમારું રૂપ ! કોટિ કોટિ સૂર્ય ઊગે, કોટિ કોટિ કામદેવ આવે તોય તેની સરખામણી કરી ના શકે. તમારી આંખમાં જે મધુરતા છે, શાંતિ છે, કરુણા છે, કોટિ કોટિ ચંદ્ર ઊગે તોય તેની સરખામણી ના કરી શકે ! વસંત પોતે આવે તોય તમારા શરીરની જે સુવાસ છે તેને સજી ના શકે. એવું છે તમારું રૂપ.... તમારું સૌન્દર્ય ને માધુર્ય !!

ને તમારો મહિમા ? મહાન મહાન ઋષિઓ, પંડિતો કે યોગીઓ પણ તે મહિમાને પામી શક્યા નથી; તો હું તો કેમ જ પામું ? પણ મારું મન તો તમારી સ્તુતિ કરવા નાચી રહ્યું છે. શું તમારા મહિમાને પૂરોપૂરો ના જાણે તે તમારી સ્તુતિ કરી ના શકે ? તો તો પછી બ્રહ્મા જેવાએ પણ તમારી સ્તુતિ કરી છે તે નકામી સમજવી પડે. પરંતુ હું તો માનું છું કે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સૌ સ્તુતિ કરી શકે છે. પોતાની સમજણ પ્રમાણેની તોતડી ભાષા બોલવાનો બાળકને હક છે. તમે તો કેવળ ભાવ જ જુઓ છો; પ્રેમ જ જુઓ છો ને તમારા ગુણ સાંભળી ખુશ ને પ્રસન્ન બનો છો. એટલે જ હું આ ગીત ગાઉં છું, તમારી સ્તુતિ કરું છું. તમને તે ગમશે જ, મારા પ્રભો, એમ માનું છું. પ્રભો, જય હો, તમારો જય હો; હજારો, લાખો કરોડો વાર જય હો! 

*

१. हे प्रभु ! बड़े बड़े पंडित और योगीजन आपके महिमा को नहीं जान पाये तो मैं तो एक साधारण बालक हूँ, मेरी क्या गिनती ? लेकिन क्या आपके महिमा को पूर्णतया जाने बिना आपकी स्तुति नहीं हो सकती ? मैं ये नहीं मानता क्योंकि अगर ये सच है तो फिर ब्रह्मा की स्तुति भी व्यर्थ कहेलायेगी । मैं तो ये मानता हूँ कि सबको अपनी मति अनुसार स्तुति करने का हक है । इसलिए हे भोलेनाथ ! आप कृपया मेरे हृदय के भाव को देखें और मेरी स्तुति का स्वीकार करें ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:01:10 +0000
Verse 02 http://swargarohan.org/stotra/shivmahimna/02.htm http://swargarohan.org/stotra/shivmahimna/02.htm अतीतः पंथानं तव च महिमा वाड् मनसयो
रतद्व्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि ।
स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः
पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः ॥२॥

*

atitah panthanam tava cha mahima vang-mana-sayor
atad vyavrittya yam chakita mabhi dhatte shrutir api,
sa kasya stotavyah katividha gunah kasya vishayah
pade tvarvachine patati na manah kasya na vacah.

*

શકે તારો જાણી, પરમ મહિમા વાઙ્મન નહીં,
કરે છે વેદો યે, સ્તુતિ પણ ભયે 'નેતિ' સ્વરથી;
ગવાયે તો કો'થી, સુલભ પણ કો'થી શું ગુણનો ?
ધરે રૂપ ત્યારે, તુંજ પ્રતિ વળે વાઙમન છતાં ॥૨॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/02.mp3{/audio}

*

૨. વાણી અને મનથી તું પર છે એટલે વાણી ને મન તારા મહિમાને જાણી શકતા નથી. એટલે તો વેદ પણ જ્યારે તારું વર્ણન કરવા બેસે છે ત્યારે આખરે ' આ નહિ તે નહિ ' એમ કહીને જ અટકે છે. એવો મહિમા કોણ ગાઇ શકે ? પામી પણ કોણ શકે ? ને તે કેવા ગુણનો છે તે પણ કોણ કહી શકે ? છતાં તું સાકાર બને છે, રૂપ ધારણ કરે છે, ત્યારે તારા સ્વરૂપના ગુણગાન ભક્તો કરે છે. ખરેખર એ પ્રેમનું જ કારણ છે.

*

२. हे प्रभु ! आप मन और वाणी से पर है ईसलिए वाणी से आपकी महिमा का वर्णन कर पाना असंभव है । यही वजह है की वेद आपकी महिमा का वर्णन करते हुए 'नेति नेति' (मतलब ये नहि, ये भी नहि) कहकर रुक जाते है । आपकी महिमा और आपके स्वरूप को पूर्णतया जान पाना असंभव है, लेकिन जब आप साकार रूप में प्रकट होते हो तो आपके भक्त आपके स्वरूप का वर्णन करते नहीं थकते । ये आपके प्रति उनके प्यार और पूज्यभाव का परिणाम है ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:03:09 +0000
Verse 03 http://swargarohan.org/stotra/shivmahimna/03.htm http://swargarohan.org/stotra/shivmahimna/03.htm मधुस्फीता वाचः परमममृतं निर्मितवत
स्तव ब्रह्मन्किं वा गपि सुरगुरोर्विस्मयपदम् ।
मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवतः
पुनामीत्यर्थेस्मिन् पुरमथनबुद्धिर्व्यवसिता ॥३॥

*

madhusfita vachah paramam amritam nirmitavata
stava brahman kim vag api suraguror vismaya padam,
mama tvetam vanim guna kathana punyena bhavatah
punam ityarthe'smin puramathana buddhir vyavasita.

*

સ્તવે છે દેવોના, ગુરૂ પણ શું આશ્વર્ય તુજને,
પરબ્રહ્મ મીઠા, અમૃતમય તેં વેદ રચીયા;
ગુણો ગાવાથી આ પુનિત મુજ વાણી પણ થશે,
હું એવું માની ને, સ્તવું છું ત્રિપૂરાનાશક તને ॥૩॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/03.mp3{/audio}

*

૩. હે પ્રભો ! હે ઇશ્વર ! અમૃતથી ભરેલા ને ખુબ મીઠા એવા વેદની તે રચના કરી છે. પછી તારી સ્તુતિ ગમે તે કરે તો પણ તને અચંબો ક્યાંથી થાય ? ને એટલે જ દેવોના ગુરૂ બૃહસ્પતિ તારી સ્તુતિ કરે છે છતાં તને આશ્ચર્ય થતું નથી. તો પછી મારી રચેલી સ્તુતિથી તો તને અચંબો ક્યાંથી જ થાય? છતાં પણ તારા ગુણો ગાવાથી મારી વાણી ખરેખર પવિત્ર થશે એમ માનીને હું આ સ્તુતિ કરું છું.

*

३. हे त्रिपुरानाशक प्रभु, आपने अमृतमय वेदों की रचना की है । इसलिए जब देवों के गुरु, बृहस्पति आपकी स्तुति करते है तो आपको कोई आश्चर्य नहीं होता । मै भी अपनी मति अनुसार आपके गुणानुवाद करने का प्रयास कर रहा हूँ । मैं मानता हूँ कि इससे आपको कोई आश्चर्य नहीं होगा, मगर मेरी वाणी इससे अधिक पवित्र और लाभान्वित अवश्य होगी ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:05:06 +0000
Verse 04 http://swargarohan.org/stotra/shivmahimna/04.htm http://swargarohan.org/stotra/shivmahimna/04.htm तवैश्चर्यें यत्तद् जगदुदयरक्षाप्रलयकृत
त्रयी वस्तु व्यस्तं तिसृषु गुणभिन्नासु तनुषु ।
अभव्यानामस्मिन् वरद रमणीयामरमणीं
विहंतुं व्योक्रोशीं विदधत इहै के जडधियः ॥४॥

*

tav aisvaryam yat taj jagad udaya raksa pralaya krit
trayi vastu vyastam tisrishu guna-bhinnasu tanushu,
abhavyanam asmin varada ramaniyam aramanim
vihantum vyakrosim vidadhata ihai ke jadadhiyah.

*

રચે સૃષ્ટિ ધારે, પ્રલય પણ અંતે તું જ કરે,
શરીરો તારા છે, ત્રણ વરદ એમ શ્રુતિ કહે;
છતાં આ સામે કૈં જડ જન કરે સંશય ઘણાં,
ભલે તેથી થાયે, ખુશ જડ જનો, તે નવ ખરા ॥૪॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/04.mp3{/audio}

*

૪. તું સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, ને તેનો નાશ પણ કરે છે. તારાં શરીર પણ આ રીતે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એવા ત્રણ છે. વેદમાં તે કહ્યું છે. આ સાંભળીને કેટલાક અજ્ઞાની લોકો શંકાઓ કરે છે કે ઈશ્વરને તે ત્રણ શરીર હોય ? પણ તેવી શંકાઓ સાંભળીને જે મૂર્ખ માણસ છે તે જ ખુશ થાય છે. તે શંકાઓ સાચી નથી.

*

४. हे प्रभु, आप इस सृष्टि के सृजनहार है, पालनहार है और विसर्जनकार है । इस प्रकार आपके तीन स्वरूप है – ब्रह्मा, विष्णु और महेश तथा आप में तीन गुण है – सत्व, रज और तम । वेदों में इनके बारे में जीक्र किया गया है फिर भी अज्ञानी लोग आपके बारे में उटपटांग बातें करते रहते है । एसा करने से भले उन्हें संतुष्टि मिलती हो, मगर हकिकत से वो मुँह नहीं मोड़ सकते ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:05:29 +0000
Verse 05 http://swargarohan.org/stotra/shivmahimna/05.htm http://swargarohan.org/stotra/shivmahimna/05.htm किमिहः किंकायः स खलु किमुपायस्त्रिभुवनं ।
किमाधारो धाता सृजति किमुपादान इति च ॥
अतकर्यैश्वर्येत्वय्यनवसरदुःस्थो हतधियः ।
कुतर्कोडयंकांश्चि न्मुखरयति मोहाय जगतः ॥५॥

*

kimihah kimkayah sa khalu kimupayas tribhuvanam
kim-adharo dhata srijati kim-upadana iti cha,
atarkyaish varye tvay ya navasara duhstho hatadhiyah
kutah ko’yam kashchin mukhara yati mohaya jagatah.

*

કયી ઈચ્છાથી ને કવણ હથિયારે મદદથી,
કયી વસ્તુ કાયા સહિત ઘડિયાં છે ત્રિભુવન ?
તહારૂં ઐશ્વર્ય નવ મન વિચારી કદી શકે,
છતાં તર્કો એવા જડ જન કરે ભ્રાંતિ કરવા ॥૫॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/05.mp3{/audio}

*

૫. કયી ઈચ્છાથી ને કોની મદદથી તે આ સૃષ્ટિ રચી છે ? વળી કેવું શરીર ધારણ કરીને કયા સાધનથી તે ત્રિભુવનની રચના કરી છે ? આ બધા પ્રશ્નો તારી મહાન શક્તિને લગતા છે ને મનથી તારી મહાન શક્તિનો વિચાર થઈ શકતો નથી. છતાં પણ મૂર્ખ માણસો એવા એવા તર્ક કરે છે. તેથી તો ઊલટું બીજા માણસોમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે.

*

५. हे प्रभु, मूर्ख लोग अक्सर तर्क करते रहते है कि ये सृष्टि की रचना कैसे हुई, किसकी ईच्छा से हुई, किन चिजों से उसे बनाया गया वगैरह वगैरह । उनका उद्देश्य लोगों में भ्रांति पैदा करने के अलावा कुछ नहि । सच पूछो तो ये सभी प्रश्नों के उत्तर आपकी दिव्य शक्ति से जुड़े है और मेरी सीमित शक्ति से उसे बयाँ करना असंभव है ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:06:23 +0000
Verse 06 http://swargarohan.org/stotra/shivmahimna/06.htm http://swargarohan.org/stotra/shivmahimna/06.htm अजन्मानो लोकाः किमवयवंवतोडपि जगता ।
मधिष्ठातारं किं भवविधिरनादत्य भवति ॥
अनीशो वा कुर्याद भुवनजनने कः परिकरो ।
यतो मंदास्त्वां प्रत्यमरवर संशेरत इमे ॥६॥

*

ajanmano lokah kimavayava vanto'pi jagata
madhisthataram kim bhava vidhira na dritya bhavati,
anisho va kuryad bhuvana janane kah parikaro
yato mandastvam pratyamaravara samsherata ime.

*

બને દૈવી આવું, જગત કદી કર્તાવિણ અહા ?
ન હોયે કો' આદિ જગનું, પ્રભુ હે દેવ સહુના !
વળી બીજો કોઈ પ્રભુ વિણ રચી આ જગ શકે ?
કરે શંકા તારી, મૂરખજન તે તો સહુય છે ॥૬॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/06.mp3{/audio}

*

૬. કોઈ પણ કર્તા ના હોય તો આવું જગત કદી બની શકે ખરું ? જગતનું આદિ કે મુળ કારણ તો હોવું જ જોઈએ. ને પ્રભુ વિના જગતનો રચનાર બીજો કોઈ પણ હોઈ શકે ખરો ? આ બધું વિચારતાં તું છે જ એમ સ્પષ્ટ સમજાય છે. એટલે તારે માટે જે શંકા કરે છે તે સૌ મૂરખ માણસો જ છે.

*

६. हे प्रभु, आपके बिना ये सब लोक (सप्त लोक – भू: भुव: स्व: मह: जन: तप: सत्यं) का निर्माण क्या संभव है ? ये जगत का कोई रचयिता न हो, एसा क्या मुमकिन है ? आपके अलावा ईस सृष्टि का निर्माण कौन कर सकता है भला ? आपके अस्तित्व के बारे केवल मूर्ख लोगों को ही शंका हो सकती है ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:15:32 +0000
Verse 07 http://swargarohan.org/stotra/shivmahimna/07.htm http://swargarohan.org/stotra/shivmahimna/07.htm त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च ।
रुचीनां वैचित्र्या दजुकुटिलनानापथजुषां
नृणामेको गम्य स्त्वमसि पयसामर्णव इव ॥७॥

*

trayi sankhyam yogah pasupati matam vaishnavamiti
prabhinne prasthane paramidamadah pathyam iti cha,
ruchinam vaichitrya drijukutilana na pathajusham
nrinameko gamya stvam asi payasam arnava iva.

*

મતો સાંખ્ય યોગ, પશુપતિમત વૈષ્ણવમત,
વળી વેદ માર્ગ, વિવિધ પથ છે ઉન્નતિ તણાં;
સ્વીકારે છે લોકો રુચિ મુજબ લાગે પરમ તે,
તને પહોંચે છે સૌ પથ જલધિ ને જેમ જલ સૌ ॥ ૭ ॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/07.mp3{/audio}

*

૭. તને પહોંચવાના કેટકેટલા રસ્તા છે ? સાંખ્યમત, વૈષ્ણવમત ને શૈવમત; તેમજ વેદમાર્ગ ને યોગમાર્ગ તારી પ્રાપ્તિના જુદા જુદા રસ્તા છે. તેને જે ઠીક લાગે, પોતાની રુચિ પ્રમાણે જે ઉત્તમ લાગે, તે માર્ગે તે ચાલે છે, પરંતુ બધી જ જાતનાં પાણી જેમ દરિયામાં મળે છે તેમ બધી જ જાતના માર્ગથી તારી પ્રાપ્તિ થઈ શકે છે.

*

७. हे प्रभु ! आपको पाने के लिए अनगिनत मार्ग है - सांख्य मार्ग, वैष्णव मार्ग, शैव मार्ग, वेद मार्ग आदि । लोग अपनी रुचि के मुताबिक कोई एक मार्ग को पसंद करते है । मगर आखिरकार ये सभी मार्ग, जैसे अलग अलग नदियों का पानी बहकर समंदर में जाकर मिलता है वैसे ही, आप तक पहूँचते है । सचमुच, किसी भी मार्ग का अनुसरण करने से आपकी प्राप्ति हो सकती है ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:16:27 +0000
Verse 08 http://swargarohan.org/stotra/shivmahimna/08.htm http://swargarohan.org/stotra/shivmahimna/08.htm महोक्षः खड्वांगं परशुरजिनं भस्म फणिनः
कपालं चेतीय त्तव वरद तंत्रोपकरणम् ।
सुरास्तां तामृद्धिं दधति तु भव द्भ्रूप्रणिहितां
नहि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥८॥

*

mahoksah khatvangam parashurajinam bhasma faninah
kapalam chetiyat tava varada tantra upakaranam,
surastam tamriddhim dadhati tu bhavad bhru pranihitam
na hi svatma-ramam vishaya mriga-trishna bhramayati.

*

કુહાડી ને ચર્મ, બળદ તુજ છે મિલ્કત અને,
શરીરે છે ભસ્મ, સરપ, કરમાં ખપ્પર ખરે ;
ધર્યા દ્રષ્ટિપાતે, પરમસુખ તેં દેવગણને,
રમે જે આત્મામાં વિષય નવ તેને ભ્રમ કરે ॥ ૮ ॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/08.mp3{/audio}

*

૮. તારું ઐશ્વર્ય એટલું બધું અપાર છે કે ફક્ત દૃષ્ટિપાતથી તેં દેવોને અનેક જાતના ભોગ ને સુખનાં સાધન ધરી દીધાં છે. પણ તારી તૃષ્ણા તો છેક મરી ગઈ છે. ને તેથી જ તેં તારી પાસે ત્રિશૂળ, વ્યાઘ્રચર્મ, પોઠિયો, સાપ ને ખપ્પર તેમજ શરીર પર ભસ્મ રાખી છે. આ પરથી સમજાય છે કે જેને આત્માનો આનંદ મળ્યો છે તે વિષયી પદાર્થોમાં ફસાતો નથી.

*

८. हे प्रभु, आपने केवल एक दृष्टिपात से देवगण को सर्व भोग-सुख से संपन्न कर दिया, मगर अपने लिए क्या छोडा ? सिर्फ कुल्हाडी, बैल, व्याघ्रचर्म, शरीर पर भस्म तथा हाथ में खप्पर (खोपड़ी) ! इससे ये फलित होता है कि जो आत्मानंद में लीन रहता है वो संसार के भोगपदार्थो में नहीं फँसता ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:17:29 +0000
Verse 09 http://swargarohan.org/stotra/shivmahimna/09.htm http://swargarohan.org/stotra/shivmahimna/09.htm ध्रुवं कश्चित्सर्वं सकलमपरस्त्वद्ध्रुवमिदं
परो ध्रोव्याध्रोव्ये जगति गदति व्यस्तविषये ।
समस्तेडप्येतस्मि न्पुरमथन तैर्विस्मित इव
स्तुवंजिह्रेमि त्वां न खलु ननु धृष्टा मुखरता ॥९॥

*

dhruvam kaschit sarvam sakalam aparastva dhruvam idam
paro dhrauvya dhrauvye jagati gadati vyasta vishaye,
samaste’pye tasmin puramathana tair vismita iva
stuvan jihremi tvam na khalu nanu dhrishta mukharata.

*

કહે છે કોઈ આ જગત સત ને કો' અસત કે,
અનિત્ય ને નિત્ય, ઉભયવિધ કોઈ જન કહે ;
વિવાદે અંજાઈ શરમ ગણું ગાતાં નવ તને,
બતાવે છે દુષ્ટ મુજ પ્રખર વાચાળપણું તે ॥ ૯ ॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/09.mp3{/audio}

*

૯. તત્વજ્ઞાનને સમજાવનારા જે જે ગ્રંથો છે તેમાંથી કોઈ જગતને સત્ય કે નિત્ય કહે છે તો કોઈક તેને અસત્ય અને અનિત્ય માને છે. પરંતુ આ બધા જુદા જુદા વાદ છે; ને તે તારા ભક્તને આંજી શકતા નથી. તારો ભક્ત તો ત્રણે કાળમાં ને તને જ સત્ય સમજે છે. આ બધા તત્વજ્ઞાનના વાદ જાણ્યા છતાં તારો ભક્ત તારી ભક્તિમાં આનંદ માને છે; ને મને પણ તેવો આનંદ લાગે છે. ભલે આને કોઈ મારું વાચાળપણું (વધારે પડતું બોલવાપણું ) કહે, પણ આ સત્ય જ છે.

*

९. हे प्रभु, कोई कहता है कि ये जगत सत्य है, तो कोई कहता है ये असत्य और अनित्य है । लोग जो भी कहें, आपके भक्त तो आपको हमेंशा सत्य मानते है और आपकी भक्ति मे आनंद पाते है । मैं भी उनका समर्थन करता हूँ, चाहे किसीको मेरा ये कहेना ज्यादा लगे, मुझे उसकी परवाह नहीं ।

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:18:19 +0000
Verse 10 http://swargarohan.org/stotra/shivmahimna/10.htm http://swargarohan.org/stotra/shivmahimna/10.htm तवैश्वर्यं यत्ना द्यदुपरि विरिंचिर्हरिरधः
परिच्छेतुं याता वनलमनलस्कंधवपुषः ।
ततो भक्तिश्रद्धा भरगुरुगृणद्भ्यां गिरिश यत्
स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिने फलति ॥१०॥

*

tav-aisvaryam yatnad yadupari virinchir-hari-radhah
paricchettum yata vanala manala skandha vapushah,
tato bhakti sraddha bhara-guru-grinad-bhyam Girisha yat
svayam tasthe tabhyam tava kim anuvrittir na falati.

*

બની અગ્નિસ્થંભ, ગિરીશરૂપ જ્યારે ધરિયું તેં,
મથ્યા બ્રહ્મા વિષ્ણુ ઉભય પણ માપી નવ શક્યા ;
પછી જ્યારે શ્રધ્ધાભગતિ ઉર ધારી સ્તુતિ કરી,
બતાવ્યું તે રૂપ; તુજ ભગતિ ના નિષ્ફળ જતી ॥ ૧૦ ॥

*

{audio}http://www.swargarohan.net/media/ashit/shivmahimna/10.mp3{/audio}

*

૧૦. બ્રહ્મા ને વિષ્ણુ વચ્ચે એકવાર વિવાદ થયો કે બંનેમાં મોટો કોણ, ત્યારે હે પ્રભુ ! તમે અગ્નિસ્થંભનું રૂપ લઈને તે બંનેની સામે પ્રગટ થયા. બ્રહ્મા ને વિષ્ણુ બંને પોતપોતાના બળને બતાવવા તમારા એ શરીરને માપવા માંડયા, પરંતુ કોઈ માપી ન શક્યા. અંતે હતાશ થઈને તે બંને તમારી સ્તુતિ કરવા માંડ્યા ત્યારે તમે પ્રસન્ન થયા. ખરેખર, કોઈ સાચા દિલથી તમારી સ્તુતિ કરે ને તમે પ્રસન્ન ના થાવ એ કદી બનતું જ નથી.

*

१०. हे प्रभु ! जब ब्रह्मा और विष्णु के बीच विवाद हुआ की दोनों में से कौन महान है, तब आपने उनकी परीक्षा करने के लिए अग्निस्तंभ का रूप लिया । ब्रह्मा और विष्णु - दोनोंनें स्तंभ को अलग अलग छोर से नापने की कोशिश की मगर वो नाकामियाब रहे । आखिरकार अपनी हार मानकर उन्होंने आपकी स्तुति की, जिससे प्रसन्न होकर आपने अपना मुल रूप प्रकट किया । सचमुच, अगर कोई सच्चे दिल से आपकी स्तुति करे और आप प्रकट न हों एसा कभी हो सकता है भला ?

 

]]>
prabhu@swargarohan.org (શ્રી યોગેશ્વરજી) Shivmahimna Stotra Sat, 17 Jan 2009 19:19:00 +0000