Text Size

કૃપા

તમારી આ કેવી અનુપમ કૃપા માત જગની!
તમોને ના જાણે જગત ન સ્તવે પૂજન કરે
નહીં, ના આરાધે તદપિ વહવી પ્રેમરસને
જગે જન્મો જીવો સફળ કરતાં કર્મ નિયમો,

પ્રસૂનો પીડાથી વ્યથિત જનના મારગમહીં
પ્રસારો, એ કેવી અનહદ કૃપા દિવ્ય કરુણા!
જગે જીવી ચીંધો પરમસુખ સાફલ્યપથને
મટાડો પીડાને પુનિત સઘળું મંગલ કરો;

તમોને સંતાપે અબુધજન નીંદે પણ તમે
પુરસ્કારો પ્રેમે વિપદ હરતાં જીવન ધરો.
સુખે સંકેલી લો મનુજતનલીલા પણ મરો
નહીં કો'દિ; કેવી અનુપમ કૃપા દિવ્ય કરુણા !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

From the solemn gloom of the temple, children run out to sit in the dust, God watches them play and forgets the priest.
- Rabindranath Tagore

prabhu-handwriting