Friday, February 10, 2012
   
Text Size

મહર્ષિની જાગૃતિ

રમણ મહર્ષિ એકવાર બધા સાથે જમવા બેઠેલા.

ભાતની અંદર બધાંને એકેક ચમચી ઘી આપનારી પીરસનાર બાઈએ મહર્ષિને બે ચમચી ઘી આપી દીધું.

મહર્ષિ તરત જ બોલી ઉઠ્યા :

‘મને વધારે ઘી કેમ આપ્યું ? હું પણ આશ્રમનો એક સભ્ય જ છું. મારો આશ્રમ પર કોઈ વિશેષ અધિકાર નથી કે મને વધારે ઘી આપવું પડે. હવેથી આવી ભુલ ના કરશો. આ પતરાવળું લઈ જાવ, ને  ભાતનું બીજું પતરાવળું લાવીને તેમાં એક ચમચી ઘી આપો, એટલે હું જમું.’

જમવા બેઠેલાં બધાં સ્તબ્ધ થઈ ગયાં.

‘કેટલી બધી જાગૃતિ ને કેટલું ઊંડુ આત્મનિરીક્ષણ ?’

  - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks 
14.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 23 guests online

View site in