Thursday, February 09, 2012
   
Text Size

સમુદ્ર ને સરોવર

સમુદ્રે સરોવરને કહ્યું :
‘તું તો અતિશય સીમિત છે.
મારા જેવું વિશાળ બની જા.
આવ, તને આશ્લેષ આપું; મારા સમાન સ્વરૂપ ધરું !’

સરોવરે સંભળાવ્યું :
‘ભાઈ સાગર ! હું સીમિત છું એ વાત સાચી છે.
છતાં પણ સરોવર છું એનો મને સંતોષ છે.’

‘એવો અર્થ વગરનો આત્મસંતોષ શા કામનો ?’ સમુદ્રે કહ્યું.
‘મારો આત્મસંતોષ અર્થ વગરનો નથી.’ સરોવરે કહ્યું :
‘જો આ પથિક એની પ્રતીતિ કરાવી આપશે.’

એટલામાં તો પથિક આવી પહોંચ્યો ને પાણી પીવા માંડ્યો.
સમુદ્ર એ જોઈ શાંત થયો.
સરોવરને સંતોષ થયો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 18 guests online

View site in