Thursday, February 09, 2012
   
Text Size

નમસ્કાર વિના નથી રહી શકતો

પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને
નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

કોઈ મારી સ્તુતિ કરે કે નિંદા,
સર્વમાં તેમ તેમાં પણ તું જ છે,
એમ જાણીને તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.
પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને
નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

કોઈ મને સારી પેઠે સત્કારે ને આસન પર બેસાડે
કે સત્કાર કરવાને બદલે કોઈ મારી અવજ્ઞા કરે;
સર્વમાં તેમ તેમાં પણ તું જ છે,
એમ જાણીને હું તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.
પૃથ્વીના  પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને
નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

કોઈ મને હૈયાનું હેત ઠાલવીને હાર પહેરાવે
કે પથ્થર ને ગાળોનો માર મારે;
સર્વમાં તેમ તેમાં પણ તું જ છે,
એમ જાણીને હું તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.
પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને
નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

જુદા જુદા રૂપમાં, જ્યાં તું જ સ્મિત કરે છે, ને પ્રેમ કરે છે ત્યાં,
કોના પ્રત્યે વેર ? કોની મમતા ને કોની ઘૃણા ?
ગમે તે વેશમાં આવે, છતાં સૌમાં તું જ પધારે છે, એમ સમજીને
તને નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

પૃથ્વીના પ્રત્યેક પદાર્થમાં પ્રકટ થયેલ તને
નમસ્કાર કર્યા વિના નથી રહી શકતો.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar 
05.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in