Tuesday, May 22, 2012
   
Text Size

હૃદયની સ્થિતિ

એટલું તો સમજી લેજે ઓ ગાયક !
હૃદયની વીણાને મેં અનેક રાગરાગિણીથી ભરી છે;
અનેક પ્રકારના સંગીતસ્વરથી સુશોભિત કરી છે;
એના પ્રત્યેક તારમાં, સૂરમાં ને તાલમાં
મારા પ્રાણની પળેપળની સાધના ભરી છે.

એકના એક આલાપને બંધ કર, ગાયક !
હમેશને માટે મારી દૃષ્ટિ નૂતનની શોધમાં રહી છે;
સુંદર ને અભિનવની મેં નિરંતર પૂજા કરી છે.
રખે તું કહેતો કે એમાં કોઈ પૂર્વાલાપની છાયા રહી છે
કે કો'ક ઋષિની પ્રતિભા ભરી છે !
સુંદર ને અભિનવની મેં હરહંમેશ પૂજા કરી છે.

ઋષિ તું ભલે કહે કે બ્રહ્મર્ષિયે ભલે ગણે;
એથી પણ આગળની મારી સ્થિતિ રહી છે.
તને કેમ કરીને કહું, ગાયક !
આ તો મારા હૃદયના એક સહસ્ત્રાંશની જ પ્રતિચ્છબી છે ?

ને એથી જ હું વિચારમાં પડ્યો છું,
ઓ મહાકવિ !
જે હૃદયમાં આ સુમધુર સૂરાવલિ ઊઠી છે,
તે હૃદયની શી સ્થિતિ............?

તે ગીતનો વિષય નથી, પ્યારા ગાયક !
તેની ગીતિ જ નથી !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 85 guests online

View site in