Thursday, February 09, 2012
   
Text Size

કવિએ ગાયું

પ્રભાતના પ્રથમ પ્રહરમાં, પર્વતની પંક્તિ પાછળથી પ્રકટેલા પ્રભાકરને પેખીને, પ્રવાસીનો પ્રાણ પ્રફુલ્લી ઊઠ્યો. ફૂલવાડીના ફોરમવંતાં ફૂલ ફોરમને ફેલવતાં ખીલી ઊઠ્યાં. સરિતાનાં સલિલ સુધાસભર થઈને સરવા લાગ્યાં.

ત્યારે કવિએ કવિતા કરતાં ગાયું, હે પ્રભાકરનાયે પ્રભાકર ! અવનીનાં આત્માને આલોકિત કરીને અવનવો આહલાદ આપવાનો અસાધારણ લહાવો મને લેવા દે ! એ માટે મારા જીવનની ફૂલવાડીમાં ફોરમવંતા ફૂલની સૃષ્ટિ કરી દે અને આત્માને અમૃતના આસ્વાદનો એવો આનંદ દે કે એ તો કૃતાર્થ થાય જ, પરંતુ બીજા અનેકને પણ કૃતાર્થતાનું દાન દે.

પ્રભાતના પ્રથમ પ્રહરમાં, પર્વતની પંક્તિ પાછળથી પ્રકટેલા પ્રભાકરને પેખીને, પ્રવાસીનો પ્રાણ પ્રફુલ્લી ઊઠ્યો, ત્યારે કવિએ કવિતા કરતાં ગાયું.

- શ્રી યોગેશ્વરજી

***

प्रभात के प्रथम प्रहर में, पर्वत की पंक्ति के पीछे से प्रकटित प्रभाकर को देख प्रवासी का प्राण प्रफुल्ल हो उठा । फुलवाडी के फोरमवाले फूल फोरम को फैलाते खिल उठे । सरिता के सलिल सुधा-मधुर बनकर बहने लगे ।

उस समय कवि ने कविता करते गाया, ओ प्रभाकरों के प्रभाकर ! अवनि की आत्मा को आलोकित करके अवनविन आह्लाद अर्पित करने का असाधारण अवसर मुझको दे दे ! उसके लिए मेरे जीवन की फुलवाड़ी में फोरमभरे फूलों की सृष्टि कर दे; और आत्मा को अमृत के आस्वाद का ऐसा आनन्द प्रदान कर दे, जिससे वह तो कृतार्थ बने ही किन्तु अन्य अनेक को भी कृतार्थता प्रदान करे ।

प्रभात के प्रथम प्रहर में, पर्वत की पंक्ति के पृष्ठभाग से प्रकटित प्रभाकर को देख प्रवासी का प्राण प्रफुल्लित हो उठा; उस समय कवि की वीणा पर गीत गुंजरित हो उठा !

Add comment

Security code
Refresh

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 14 guests online

View site in