Thursday, February 09, 2012
   
Text Size

ભ્રમર ને ફૂલ

ફૂલવાડીમાં ફોરમનો સ્વાદ લેતાં એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડી રહેલા ભ્રમરને એક સુંદર ને સુવાસિત ફૂલે કહ્યું, તું તો ચંચળ છે. એક ઠેકાણે સ્થિર જ નથી રહેતો. કોઈની તો માયા કર; કોઈના કાળજામાં તો કેદ થા; કે કોઈની પાછળ તો પાગલ બન. ખરેખર તું ચંચળ છે !

ભ્રમરે કહ્યું : જગત આખું ચંચળ છે, પરિવર્તનશીલ છે. એમાં કોની માયા ને કોની સાથે મમતા ? એ જ્ઞાન લાધ્યું છે ત્યારથી હું એક ઠેકાણે ઠરીને નથી બેસતો, કે ક્યાંય કેદ નથી બનતો. મને ના સમજનારા મને ચંચળ કહે છે. પણ રસિકતા લઈને ફરવું ને કેદ ના થવું, એમાં કાંઈ ઓછા મનોબળની જરૂર નથી પડતી.

ફૂલનો ભાવ એ ભ્રમર માટે વધી પડ્યો. એની દૃષ્ટિ જ બદલાઈ ગઈ.

- શ્રી યોગેશ્વરજી

***

फूलवाड़ी में सौरभ का आस्वाद लेते-लेते, एक फूल से दूसरे फूल पर उड़नेवाले भ्रमर से एक सुंदर सुवासित सुमन ने कहा, ‘तू चंचल है, एक जगह स्थिर नहीं रह पाता । किसीसे तो ममता कर, किसीके कलेजे में तो कैदी बन, किसीके पीछे तो पागल बन । तू सचमुच चंचल है ।’

भ्रमर ने कहा, ‘समस्त जगत् चंचल है, परिवर्तनशील है । उसमें किसकी माया और किससे ममता ? यह ज्ञान प्राप्त होने के बाद मैं एक जगह स्थिरता से नहीं बैठता, कहीं कैदी नहीं बनता । मुझे नहीं समझनेवाले चंचल कहते हैं, किन्तु रसिकता को लेकर फिरना और कैदी न बनना, इसमें कुछ कम मनोबल की आवश्यकता नहीं पड़ती ।’

पुष्प का प्रेमभाव उस भ्रमर के लिए बढ़ गया । उसकी दृष्टि ही बदल गयी ।

Add comment

Security code
Refresh

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 14 guests online

View site in