Thursday, February 09, 2012
   
Text Size

સફરનું સાર્થક્ય

પૃથ્વીના આ પુણ્યપ્રવાસે નીકળ્યો છું ત્યારે, પથ પર પગલાં પાડતાંની સાથે જ, અનેક અવનવી વસ્તુનું મેં દર્શન કર્યું. ને જેમ જેમ પ્રવાસ આગળ વધતો ગયો, ને પંથ કપાતો ગયો તેમ તેમ, આનંદદાયક, અલૌકિક અને આશ્ચર્યમાં નાંખી દેનારી, બીજી કેટલીક વ્યક્તિ તથા વસ્તુનો મને સુખદ સમાગમ થયો.

એ બધાને લીધે મહીમંડળની મારી મહાયાત્રા મધુમય બની ને સફળ થઈ છે. જીવન મારે માટે રસાળ ને અનેરું બન્યું છે, ને જીવવા જેવું થયું છે.

પરંતુ જે એક વસ્તુથી એ કૃતાર્થ થઈ શક્યું છે ને સુધાસમું બન્યું છે, ને જેના વિના એની કીમત કોડીની પણ ના હોત, તે તો તમે છો. તમારો પ્રેમ ને મેળાપ મારા જીવનમાં સુવર્ણાક્ષરે ને સદાને સારું અંકિત થઈ ચુક્યો છે, ને અનેકવાર કહ્યું છે તેમ આજે પણ કહેવા દો કે એને લીધે, ને એક એને જ લીધે; મારું જીવન જીવવા જેવું થયું છે - મારી સફરનું સાર્થક્ય થયું છે.

- શ્રી યોગેશ્વરજી

***

पृथ्वी के इस पुण्यप्रवास के आरंभ में, पथ पर प्रस्थान करते ही, मैंने अनेक नवीन वस्तुओं का दर्शन किया । और प्रवास के बढ़ने पर, ज्यों-ज्यों पंथ कटता गया, मुझे आनंददायक, अलौकिक, आश्चर्यकारक अन्य अनेक व्यक्तियों और वस्तुओं का सुखद समागम प्राप्त हुआ ।

उन सबकी वजह से मेरी महीमंडल की महायात्रा मधुमयी बनी तथा सफल हुई । जीवन मेरे लिये रसमय और अनोखा बन गया; जीने लायक हुआ ।

किन्तु जिससे वह कृतार्थ हो सका है, सुधा-समान बना है, और जिसके बिना उसकी कीमत कौड़ी की भी नहीं होती, वो तो आप हैं । आपका स्नेह और संसर्ग मेरे जीवन में स्वर्णाक्षरों से अंकित हो चुका है; और अनेक बार की तरह आज भी कहने दो कि उसकी वजह से और केवल उसीकी वजह से मेरा जीवन जीनेलायक हुआ है, मेरी यात्रा सार्थक हुई है ।

Add comment

Security code
Refresh

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 13 guests online

View site in