Thursday, February 09, 2012
   
Text Size

પુનિત પ્રાર્થના

મારા જીવનમાં બીજું બધું જ જતું રહ્યું છે, પણ તમારો આટલો સ્નેહસંબંધ ચાલુ રાખજો, સનાતન રાખજો એવી મારી પ્રાર્થના છે. આજના પુનિત પ્રભાતે એટલી પ્રાર્થના છે.

સૂના હૈયાને એથી હૂંફ મળશે, શાંતિ સાંપડશે, ને એકલવાયું જીવન મધુમય તથા આનંદી બનશે. કરમાવા માંડેલી વનરાજિ સલિલના સુધામય સીંચનથી ખીલી ઉઠે છે ને જીવન લભે છે, તેમ મારું સર્વકાંઈ તમારા સ્નેહસીંચનથી ખીલી ઉઠશે અને અવનવું બનશે.

મારા જીવનમાં બીજું બધું જ જતું રહ્યું છે, પણ તમારું અમૃતમય, અલૌકિક આસન અમર રાખજો, તમારો અનુરાગ અમર રાખજો, એવી મારી પ્રાર્થના છે. આજના પુનિત પ્રભાતે એટલી પ્રાર્થના છે.

- શ્રી યોગેશ્વરજી

***

मेरे जीवन से अन्य सब कुछ चला गया है, किन्तु आपके सनातन स्नेह-संबंध को बनाये रखना, हरहमेश रखना, ऐसी मेरी प्रार्थना है । आजके पुनीत प्रभात में इतनी प्रार्थना है ।

तमोमय अंतर को उससे प्रकाश मिलेगा, अशांत हृदय को शांति प्राप्त होगी और एकाकी जीवन मधुमय तथा आनंदमय बनेगा । जैसे मुरझानेवाली वनराजि सलिल के स्वादु, सुधामय सिंचन से खिल उठती और जीवन पाती है, वैसे ही मेरा सब कुछ आपके स्नेह-सिंचन से खिल उठेगा, अनोखा बनेगा ।

मेरे जीवन से अन्य सब कुछ चला गया है, किन्तु आपका अमृतमय अलौकिक आसन उसमें सदा बना रहे, ऐसी मेरी प्रार्थना है । आजके पुनीत प्रभात में इतनी प्रार्थना है ।

Add comment

Security code
Refresh

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown 
08.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in