Friday, February 10, 2012
   
Text Size

તંતુવાદન

ભગવાનની અંગુલિનો લગીર જેટલો સ્પર્શ થવાથી ભક્તનું હૈયું હાલી ઉઠ્યું,
ને તેણે ગાયું : પ્રભુ, તમારા સુધામય સ્પર્શે મારું સર્વસ્વ નાચી ઉઠ્યું છે.
મારા રોમેરોમમાં જાણે કે તંતુવાદન શરૂ થયું છે.
કેટલો આહલાદક ને અમૃતમય છે તમારો સ્પર્શ !
એને આજે અચાનક ને અલ્પરૂપમાં પામીને મારું સારુંયે જીવન ઝંકૃત થઈ ગયું છે,
મારી નાડીનું નૂપુર વાગી ઉઠ્યું છે.

પ્રભુએ સ્વપ્નમાં બીજી વાર પ્રકટ થઈને તેને કહ્યું :
પ્યારા પ્રેમી, હજી તો પાશેરામાં પહેલી પૂણી છે,
ત્યાં જ તારા જીવનમાં તંતુવાદન શરૂ થયું છે,
ને તારું તનમન આમ ઉત્સવમય બન્યું છે, તો આગળ પર શું થશે ?
સ્વપ્નના અનુભવનો આનંદ આટલો અનેરો છે,
ત્યારે તારી સામે સાક્ષાત રીતે પ્રકટ થઈને હું તને આશીર્વાદ ને આલિંગન આપીશ,
ત્યારે તારી દશા કેવી અનેરી થશે ?

ત્યારે મને સહજ સમાધિ થશે, મારા પ્રભુ !
ભક્તે કહ્યું : ત્યારે ખરેખર મારા જીવનમાં અખંડ આનંદનો આવિર્ભાવ થશે.
તમારી દૃષ્ટિના સંગમથી થનારું એ તંતુવાદન ખૂબખૂબ અનેરું હશે.
એની જ હું રાહ જોઈ રહ્યો છું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore 
09.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 64 guests online

View site in