અહંકારને ટાળ, સાધક, અહંકારને ટાળ !
નમ્ર બની જા, પ્રેમ-દયાને નિત્ય હૃદયમાં ધાર;
અસારને છોડીને ભાઇ, અપનાવી લે સાર ... સાધક.
સંતજનોનો સંગ કરી લે, સેવાનું વ્રત પાળ;
મદ ને માન ગુમાન મૂકી દે, મમતા બીજી માર... સાધક.
કામક્રોધ તિરસ્કાર છે મોટા, સાવધ બની સંભાળ;
નિંદા-સ્તુતિથી દૂર રહીને, તારો કર વિસ્તાર ... સાધક.
પ્રેમપંથનો પાર્થ બની જા, હૈયું હેતે હાર;
જ્ઞાનયોગની મદદ લઇને તિમિર હૃદયનું ટાળ ... સાધક.
અહંકાર કંટક છે એવો, સંત વચનનો સાર,
‘પાગલ’ પ્રેમલ મૃદુલ બની જા, કરવા ભવને પાર...સાધક.
- શ્રી યોગેશ્વરજી